Geniben Thakor statement : ગેનીબેન ઠાકોરનો આક્ષેપ: “ઠાકોર નેતાઓ સરકારમાં છે પણ સત્તાવિહોણા”, બળદેવજી ઠાકોરે કહ્યું – “નખ વગરના સિંહ બનેલા છે”
Geniben Thakor statement : પાટણમાં યોજાયેલા ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ સામે અનેક આક્ષેપો ઉઠ્યા. સંગઠનમાં હાજર રહેલ સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, સમાજના નેતાઓ સરકારમાં હોવા છતાં કોઈ નિર્ણય નહીં લઈ શકે – એટલે તેઓ માત્ર “પાવર વગરના પ્રધાન” છે.
કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપ પર વધુ આકરા પ્રહારો કરતાં કહ્યું કે, “ભાજપે આપણા નેતાઓને નખ વગરના સિંહ બનાવી દીધા છે અને વાડામાં પુર્યા છે.”
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે છેલ્લા ત્રણ દાયકામાં ઠાકોર, બક્ષીપંચ, ઓબીસી, એસસી-એસટી અને માઈનોરિટી સમાજો સાથે સતત ભેદભાવ થતો રહ્યો છે. સરકાર દ્વારા ન શિક્ષણ, ન વિકાસ, ન નોકરીમાં યોગ્ય હિસ્સો મળ્યો છે.
આ સંમેલનમાં ઠાકોર સમાજના વિવિધ રાજકીય, ધાર્મિક અને સામાજિક આગેવાનો એકઠા થયા અને સરકારના ભેદભાવ અને અન્યાય સામે હવે એકતાની જરૂર છે.