RCBની સફળતા બાદ દિનેશ કાર્તિક લંડન સ્પિરિટમાં મેન્ટર અને બેટિંગ કોચ બન્યા!

4 Min Read

RCB પછી, દિનેશ કાર્તિક ઇંગ્લેન્ડમાં સંભાળશે મહત્વપૂર્ણ કોચિંગ ભૂમિકા  જાણો, કઈ ટીમ માટે કરશે માર્ગદર્શન

ભારતીય ક્રિકેટના અનુભવી અને હોશિયાર વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક વિશે એક મહત્વપૂર્ણ અને ઉત્સાહજનક સમાચાર બહાર આવ્યા છે. લાંબી અને યાદગાર આંતરરાષ્ટ્રીય કારકિર્દી બાદ કાર્તિકે છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિકેટની સમજ, બેટિંગ તકનીક અને વ્યૂહરચનાને કોચિંગ ક્ષેત્રમાં મોટા જોરથી આગળ ધપાવી છે.2025 ની IPL સીઝનમાં R C B ના બેટિંગ કોચ અને મેન્ટર તરીકે, તેમણે ટીમને તેની દીર્ઘપ્રતીક્ષિત પ્રથમ IPL ટ્રોફી જીતાડવામાં તેમણે નિર્માણાત્મક અને માર્ગદર્શક ભૂમિકા નિભાવી. મની શાંત સ્વભાવ, તીખી ક્રિકેટ સમજ અને ખેલાડીઓને સમજાવવાની કુશળતાએ RCB માટે ગેમ-ચેન્જરનું કામ કર્યું.અને હવે, તેઓ પોતાની નિષ્ણાતી સરહદો પાર લઈ જઈ રહ્યાં છે.

લંડન સ્પિરિટમાં ભવ્ય પ્રવેશ ધ હંડ્રેડમાં કાર્તિકનું પ્રથમ મોટું પગલું

ધ હંડ્રેડ 2026 પહેલા લંડન સ્પિરિટ (પુરુષો) એ દિનેશ કાર્તિકને મેન્ટર અને બેટિંગ કોચ તરીકે સત્તાવાર રીતે જોડ્યા છે.
આ નિમણૂક મહત્ત્વની છે કારણ કે આ કાર્તિકની ધ હંડ્રેડ લીગમાં પ્રથમ કોચિંગ જવાબદારી થશે જ્યાં તેઓ પોતાની વર્ષોની કમાણી થયેલી જ્ઞાનસંપત્તિ દ્વારા ટીમને મજબૂત બનાવશે.

- Advertisement -

dinesh.jpg

ધ હંડ્રેડ જેવી ઝડપી અને ક્રિકેટિંગ નવીનતાનો પરિચય કરાવતી લીગમાં અનુભવ અને શાંતિથી નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા કોચની જરૂર હંમેશાં રહે છે. અહીં કાર્તિકનું આગમન સ્પિરિટ માટે ઊર્જાનો નવો પ્રવાહ બની રહેશે.

- Advertisement -

દિનેશ કાર્તિક  અનુભવનો ઊંડો ખજાનો

૪૦ વર્ષની ઉંમરે પણ, કાર્તિકની કારકિર્દી ફક્ત ભૂતકાળની સિદ્ધિઓ સુધી સીમિત નથી, પરંતુ નવી ભૂમિકાઓમાં તેમનો પ્રભાવ સતત વધી રહ્યો છે. તેઓએ

  • ભારત માટે ૧૮૦ આંતરરાષ્ટ્રીય મુકાબલા (ટેસ્ટ, ODI અને T20I) રમ્યા
  • IPL માં ૨૦૦૮ થી ૨૦૨૪ વચ્ચે ૨૫૭ મેચમાં ભાગ લીધો
  • પ્રીમીયર લીગ્સ, કોમેન્ટ્રી, વિશ્લેષણ અને ગેમ-રીડિંગમાં પોતાની આગવી છાપ પાડી
  • કોચિંગ ક્ષેત્રમાં સફળ વલણ સાથે RCBના 2025 વિજયમાં મહત્વનો હિસ્સો ભજવ્યો

ક્રિકેટની નાની નાનકડી બાબતોને સમજવામાં તેમની કુશળતા, ખાસ કરીને યુવા બેટર્સને માર્ગદર્શન આપવાની તેમની ક્ષમતા, તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનોખા કોચ તરીકે સ્થાન આપે છે.

- Advertisement -

લંડન સ્પિરિટ મેનેજમેન્ટનો ઉત્સાહ ભર્યો પ્રતિભાવ

લંડન સ્પિરિટ અને RCB  બન્ને જગ્યાએ ક્રિકેટના ડિરેક્ટર તરીકે કામ કરતા મો બોબાટે કાર્તિકના જોડાણને “મૂલ્યવાન સંપત્તિ” ગણાવી.
તેમણે જણાવ્યું કે કાર્તિકની ટૂંકી ફોર્મેટ વિશેની સમજ, નિર્ણય લેવાની ઝડપ, અનુભવી દૃષ્ટિકોણ અને વિશ્લેષણાત્મક કૌશલ્ય લંડન સ્પિરિટને ટૂર્નામેન્ટમાં એક નવી દિશા આપશે.

dinesh1.jpg

બોબાટે ઉમેર્યું કે ટીમમાં ઉર્જા જાળવવી, ખેલાડીઓને આત્મવિશ્વાસ આપવો અને દબાણની ક્ષણોમાં માર્ગદર્શન આપવું એ બધામાં કાર્તિક અગ્રેસર રહેશે. ટીમની સંસ્કૃતિને મજબૂત બનાવવા તેઓ મહત્વપૂર્ણ સાબિત થશે.

લોર્ડ્સ કાર્તિકના દિલના સૌથી નજીકનું મેદાન

દિનેશ કાર્તિકે પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે લોર્ડ્સમાં કામ કરવાનો મોકો મળવો તેમના માટે સપનું પૂર્ણ થવા કરતાં ઓછું નથી.
આ સ્થળ તેમની ક્રિકેટ સફર સાથે વિશેષ રીતે જોડાયેલ છે અહીં તેમણે ભારત માટે આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ કર્યો અહીં જ તેમણે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી

એટલા માટે, લોર્ડ્સમાં કોચિંગ કરવું તેમની માટે માત્ર નવી ભૂમિકા નહિ, પરંતુ એક ભાવનાત્મક ક્ષણ છે.

કાર્તિકે એમ પણ કહ્યું કે મો બોબાટ, MCC અને ટેક ટાઇટન્સ દ્વારા રજૂ કરાયેલ ભવિષ્યનું દૃષ્ટિકોણ એટલું પ્રેરણાદાયી હતું કે તે તરત જ આ પ્રોજેક્ટનો ભાગ બનવા ઉત્સુક થઈ ગયા. તેઓ 2026ની સીઝનમાં પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે કામ કરવા, નવી વિચારો અમલમાં મૂકવા અને ટીમને વધુ ઊંચાઈઓએ લઈ જવા આતુર છે.

Share This Article