Costs To Build Space Station: અવકાશમાં ભારતનું પગથિયું, 2035 સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે
Costs To Build Space Station: ભારત હવે નવી અવકાશ યાત્રા તરફ મજબૂત પગલાં ભરી રહ્યું છે. 2040 સુધીમાં ભારત પોતાના અવકાશયાત્રીઓને ચંદ્ર પર પહોંચાડવાનો પ્રયાસ કરશે અને તે પહેલાં, 2035 સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આપણાં મનમાં એક પ્રશ્ન ચોક્કસ આવે છે – સ્પેસ સ્ટેશન કેવી રીતે બનાવાય છે અને તેનું સંચાલન કેવી રીતે થાય છે? તો ચાલો તેની વિગતવાર માહિતી લઈએ.
સ્પેસ સ્ટેશન કેવી રીતે બને છે?
અવકાશ મથક પૃથ્વી પરના વિવિધ રિસર્ચ સેન્ટરોમાં તૈયાર થાય છે. તેની રચના અલગ-અલગ ભાગોમાં થાય છે અને પછી તેઓને રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવે છે. અવકાશયાત્રીઓ આ તમામ ભાગોને અવકાશમાં જોડે છે અને એક પૂર્ણ સ્ટેશનનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયા અત્યંત જટિલ અને તકેદારીપૂર્વક કરવી પડે છે, જેમાં ખાસ સ્પેસસૂટ અને સાધનોની જરૂર પડે છે.
ખર્ચ અને સમયની વાત
સ્પેસ સ્ટેશનનો ખર્ચ ઘણો મોટો હોય છે. ઉદાહરણ તરીકે, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) બનાવવામાં અંદાજે 150 અબજ અમેરિકી ડોલરનો ખર્ચ થયો હતો. તેનું બાંધકામ 1998માં શરૂ થયું અને 2011માં પૂરુ થયું. એટલે કે, લગભગ 13 વર્ષ જેટલો સમય લાગ્યો. ભારતના મિશન માટે પણ અનેક વર્ષો અને હજારો કરોડ રૂપિયાનો ખર્ચ થવાની શક્યતા છે.
શું સ્પેસ સ્ટેશન હવામાં લટકે છે?
સ્પેસ સ્ટેશન હવામાં લટકતું નથી, પણ પૃથ્વીની ભ્રમણકક્ષામાં ખૂબ જ ઊંચાઈએ – આશરે 400 કિલોમીટર ઉપર – સતત ફરતું રહે છે. તે પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિથી બચવા માટે 27,600 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે. આ ઝડપ અને ગુરુત્વાકર્ષણ બળ વચ્ચેનું સંતુલન સ્ટેશનને સ્થિર રાખે છે.
આ રીતે ભારત પણ હવે અવકાશ યાત્રાના નવા યુગમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે, અને એ ગુર્વવકર્ષણથી આગળ વધી પોતાનું સ્થાન બનાવશે.