Rahul Gandhi Gujarat Visit : રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર: અમદાવાદમાં નિરીક્ષકો સાથે બેઠક અને મોડાસામાં સંગઠન અભિયાનનો આરંભ
Rahul Gandhi Gujarat Visit : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના આગામી ગુજરાત પ્રવાસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યારના નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ, તેઓ હવે 15 એપ્રિલે અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે AICCના 43 મુખ્ય નિરીક્ષકો, 7 સહનિરીક્ષકો અને ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે ઓરિયન્ટેશન બેઠક યોજશે. ત્યારબાદ, 16 એપ્રિલે મોડાસામાં સંગઠન સર્જન અભિયાનના પાયાનો પથ્થર મૂકી કાર્યકરો સાથે સંવાદ કરશે.
અગાઉ બંને દિવસ માટે મોડાસામાં કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમાંથી એક દિવસ અમદાવાદ માટે ફાળવવામાં આવ્યો છે.
કોંગ્રેસે ગુજરાતમાં ભાજપ સામે મજબૂત લડત માટે તૈયારી શરૂ કરી દીધી છે. રાષ્ટ્રીય અધિવેશન બાદ ઘોષિત ઠરાવોને અમલમાં મૂકવા અને સંગઠન મજબૂત કરવા માટે 41 જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ માટે AICC અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના 183 નેતાઓને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વિશિષ્ટ માપદંડ અનુસાર જે આગેવાનો જિલ્લા કે રાજ્ય સ્તરે અનુભવી છે, જેમ કે પૂર્વ MLA, MP, શહેર પ્રમુખો અને પદ્ધતિશીલ સંગઠનના વડાઓ – તેઓને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વધુમાં, યુવા કોંગ્રેસે પણ 12 એપ્રિલે ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા જાહેર કરી હતી. 18થી 35 વર્ષની વયના યુવાનો માટે તબક્કાવાર મેમ્બરશિપ અને ઉમેદવારી પ્રક્રિયા શરૂ થવાની છે, જેના માટે ઑનલાઈન નોધણી 21થી 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે.
…
…….