મુંબઈ : અભિનેતા સંજય દત્તનો આજે 60મો જન્મદિવસ છે. જન્મદિવસ પર હોમ પ્રોડક્શન ફિલ્મ ‘પ્રસ્થાનમ’નું ટીઝર રિલીઝ કરવામાં આવી રહ્યું છે. સંજયની આ ફિલ્મ તેલુગુની ક્લાસિક ફિલ્મ ‘પ્રસ્થાનમ’ની રિમેક છે. ‘પ્રસ્થાનમ’ એક તાકાતવર રાજકીય નેતા અને તેના પરિવારની સ્ટોરી છે. આ ફિલ્મને દેવા કટ્ટા ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બરના દિવસે રિલીઝ થવાની છે.
ફિલ્મમાં મનીષા કોઈરાલા, જેકી શ્રોફ, ચંકી પાન્ડે, અમાયરા દસ્તુર અને અલી ફઝલ દમદાર રોલમાં જોવા મળશે. આ ફિલ્મનો સ્ક્રિનપ્લે ડિરેક્ટર દેવા કટ્ટાએ અને ડાયલોગ ફરહાદે લખ્યા છે.