HanumanJi: કયા કયા સ્વરૂપોમાં પૂજાય છે હનુમાનજી? ૧૧ મૂર્તિઓના ૧૧ ફળો જાણો
હનુમાનજી એક એવા દેવતા છે જેમના અનેક સ્વરૂપો છે, હનુમાનજીના ૧૧ સ્વરૂપોની પૂજા કરવાથી ભક્તોને વિવિધ ફળ મળે છે. હનુમાનજીના બધા જ સ્વરૂપો ભક્તોના કલ્યાણ માટે છે, તો ચાલો જાણીએ હનુમાનજીના આ 11 સ્વરૂપો કયા છે…
HanumanJi: હિન્દુ ધર્મમાં, કળિયુગમાં હનુમાનજીની પૂજા તાત્કાલિક ફળ આપતી માનવામાં આવે છે કારણ કે હનુમાનજીને અમરત્વનો વરદાન મળ્યો છે. આવી સ્થિતિમાં, હનુમાનજીની ૧૧ મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે અને તેમની દરેક મૂર્તિની પૂજાના ફળનું અલગ અલગ વર્ણન કરવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ કે હનુમાનજીની મૂર્તિની પૂજા કરવાથી લોકોને શું લાભ મળે છે.
- પૂર્વમુખી હનુમાનજી
પૂર્વ દિશા તરફ મોખું રાખી રહેલા બજરંગબલીને વાનર રૂપમાં પૂજવામાં આવે છે. આ રૂપે ભગવાનને અતિશક્તિશાળી અને કરોડો સૂર્યના તેજ જેટલા તેજસ્વી માનવામાં આવે છે. દુશ્મનોથી રક્ષા અને તેમના નાશ માટે હનુમાનજીની આ ઉપાસના ખુબ જ અસરકારક માનવામાં આવે છે. જો દુશ્મનોના હુમલાથી પરેશાન હોવ તો પૂર્વમુખી હનુમાનજીની પૂજા આરંભ કરો. - પશ્ચિમમુખી હનુમાનજી
પશ્ચિમ દિશા તરફ મોખું રાખતા હનુમાનજીને ગરુડ સ્વરૂપમાં માનવામાં આવે છે. આ સ્વરૂપને સંકટમોચનનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે. માન્યતા મુજબ હનુમાનજી પણ અમર છે જેમ કે ભગવાન વિષ્ણુના વાહન ગરુડ. તેથી કલિયુગના જાગૃત દેવમાં બજરંગબલીને માનવામાં આવે છે. - ઉત્તરમુખી હનુમાનજી
ઉત્તર દિશા તરફ મોખું રાખતા હનુમાનજીને ‘શૂકર’ સ્વરૂપમાં પૂજવામાં આવે છે. ઉત્તર દિશા ભગવાનોની દિશા કહેવાય છે અને આ દિશામાં પૂજા કરવાથી ધન-સંપત્તિ, આયુષ્ય, આરોગ્ય અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે. - દક્ષિણમુખી હનુમાનજી
દક્ષિણ દિશાવાળા હનુમાનજી ભગવાન નરસિંહના સ્વરૂપ માનવામાં આવે છે. દક્ષિણ દિશા યમરાજની માનવામાં આવે છે. આ દિશામાં પૂજા કરવાથી દુ:ખ, ચિંતા, અને નકારાત્મક શક્તિઓમાંથી મુક્તિ મળે છે. - ઉદ્ધવમુખી હનુમાનજી
આ સ્વરૂપમાં હનુમાનજી ઘોડા જેવા દેખાતા હોય છે. કહેવામાં આવે છે કે આ સ્વરૂપ હનુમાનજીએ બ્રહ્માજીના કહેવાથી ધારણ કર્યું હતું અને હયગ્રીવ દૈત્યનો સંહાર કર્યો હતો. દુશ્મનો અને સંકટો સામે રક્ષણ માટે આ સ્વરૂપની પૂજા થાય છે. - પંચમુખી હનુમાનજી
પંચમુખી હનુમાનજીના પાંચ મુખ વિવિધ શક્તિઓ દર્શાવે છે. રાવણ દ્વારા કરવામાં આવેલા આશુરી કાર્યો સામે રામ-લક્ષ્મણને બચાવવા માટે હનુમાનજીએ આ રૂપ ધારણ કર્યું હતું. - એકાદશમુખી હનુમાનજી
શિવજીના ૧૧મા રુદ્ર અવતારરૂપે ઓળખાતા આ સ્વરૂપની પૂજાથી જ્ઞાન, પ્રતિષ્ઠા અને ઉન્નતિ મળે છે. ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાનજીએ કાલકારમુખ રાક્ષસનો નાશ કર્યો હતો.
- વીર સ્વરૂપ હનુમાનજી
ભક્તિ, સાહસ અને આત્મવિશ્વાસ માટે આ સ્વરૂપની પૂજા થાય છે. રામકાર્ય માટે પોતાનું સર્વસ્વ અર્પિત કરનાર હનુમાનજીનું આ રુપ ભક્તોમાં બળ અને હિંમત જગાડે છે. - ભક્ત હનુમાન સ્વરૂપ
શ્રી રામના અખંડ ભક્તરૂપે પૂજાતા આ સ્વરૂપથી રામજીનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. ભક્તિ અને એકાગ્રતા વધે છે. - દાસ હનુમાન
આ સ્વરૂપે હનુમાનજીના શ્રેષ્ઠ સેવા ભાવને દર્શાવવામાં આવ્યો છે. સંબંધો, નૈતિકતા અને ધર્મકાર્યોમાં સફળતા માટે આ સ્વરૂપની પૂજા શ્રેષ્ઠ માનવામાં આવે છે. - સૂર્યમુખી હનુમાનજી
સૂર્યદેવ તેમના ગુરુ હતા, તેથી આ સ્વરૂપ જ્ઞાન, પ્રકાશ અને ઉન્નતિનો પ્રતિક છે. જ્ઞાન અને પ્રસિદ્ધિ માટે આ સ્વરૂપની પૂજા કરાય છે.