Waqf Act વક્ફ સુધારા બિલ સંપૂર્ણપણે ગેરબંધારણીય, સંજય સિંહે મોદી સરકાર પર કર્યો પ્રહાર
Waqf Act વકફ કાયદામાં કરવામાં આવેલા સુધારાઓ પર બંધારણીય પડકાર વચ્ચે, દેશની રાજકીય ગરમાવો વધતી જઈ રહી છે. સુપ્રીમ કોર્ટમાં ચાલતી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટએ સ્પષ્ટ કહ્યું કે તે સમયગાળા દરમ્યાન વકફ મિલકતોમાં ન તો કોઈ નવી નિમણૂક થશે અને ન તો ડીનોટિફિકેશન થશે.
આ પ્રકરણ પર આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે વકફ સુધારા બિલ સંપૂર્ણ રીતે ગેરબંધારણીય છે અને ભાજપ ધાર્મિક સંપત્તિઓ કબજે કરીને પોતાના નિકટવર્તી લોકોને લાભ પહોંચાડવા માંગે છે. તેમણે આરોપ મૂક્યો કે કાશીમાં 300થી વધુ મંદિરો તોડી પાડીને તેની જમીન ખાનગી વ્યવસાય માટે આપી દેવામાં આવી છે.
वक़्फ संशोधन बिल पूरी तरह ग़ैर संवैधानिक है, यही बात मैंने JPC के समक्ष और सदन में उठाई थी।
SC ने केन्द्र सरकार से जो सवाल किए हैं उसका कोई जवाब मोदी सरकार के पास नही है।
अभी भी वक़्त है बात मान लो ये देश बाबा साहेब के लिखे संविधान से चलेगा किसी मोदी के फ़रमान से नही।— Sanjay Singh AAP (@SanjayAzadSln) April 17, 2025
સંજય સિંહે ‘X’ પ્લેટફોર્મ પર લખ્યું કે, “હજુ પણ સમય છે, આ સ્વીકારો કે આ દેશ બંધારણ દ્વારા ચાલે છે, કોઈ વ્યક્તિના હુકમથી નહીં.” તેમણે કહ્યું કે JPC સમક્ષ તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સુપ્રીમ કોર્ટના સવાલોનો મોદી સરકાર પાસે કોઈ મક્કમ જવાબ નથી.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં રજૂ કરીને કહ્યું કે વકફ કાયદો કોઈ એક કલમથી સમજવામાં નહીં આવે, પરંતુ તેની પાછળનો ઇતિહાસ અને સમૂહ વિચારણા મહત્વની છે. તેમણે સાત દિવસમાં જવાબ રજૂ કરવાની માંગ કરી હતી અને ખાતરી આપી કે આ દરમ્યાન કોઈ નવી નિયુક્તિ નહીં થાય.
કોર્ટના નિર્દેશ મુજબ, 5 મે સુધી વકફ મિલકતોમાં કોઈ ફેરફાર નહીં થાય અને વકફ બોર્ડમાં નવા સભ્યોની નિયુક્તિ પણ નહીં કરવામાં આવે. આ મુદ્દો હવે વધુ ગંભીર બનેલો છે અને 5 મેની સુનાવણી દેશના ધર્મનિરપેક્ષ બંધારણ માટે દિશા નક્કી કરી શકે છે.