Man Makes Toothbrush from Body Hair Video: ટૂથબ્રશ માટે વાળનો ઉપયોગ! રશિયન યુવકનો વિકૃત પ્રયાસ જોઈને લોકો થઇ ગયા હેરાન
Man Makes Toothbrush from Body Hair Video: આજના સોશિયલ મીડિયા યુગમાં લોકપ્રિય થવા માટે લોકો કોઈ પણ હદે જઈ શકે છે. અવનવી કળાઓ અને વિચિત્ર પ્રવૃત્તિઓથી પોતાની ઓળખ બનાવવાની હોડમાં, અનેક લોકો એવો કંટાળાજનક કન્ટેન્ટ રજૂ કરે છે કે જેને જોઈને આશ્ચર્ય અને અણગમો બંને થાય. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક યુવકે ટૂથબ્રશ બનાવવા માટે કંઈક એવું કર્યું કે જોઈને લોકોને ઉલ્ટી આવી ગઈ.
આ વીડિયો @she_knows_family નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જે એક રશિયન દંપતી સંચાલિત કરે છે. આ દંપતી સતત વિચિત્ર અને શરમજનક વિડીયો બનાવે છે. વીડિયોમાં દિમિત્રી નામના યુવાને પોતાના માટે ટૂથબ્રશ ખરીદવાને બદલે ઘૃણાસ્પદ રીતથી પોતે જ એક બનાવ્યું છે.
આ વ્યક્તિએ ટૂથબ્રશ બનાવવા માટે પહેલા પોતાના દાઢીના વાળ કાપ્યા, પછી છાતીના વાળ અને પછી બગલના વાળ કાપીને એક લાકડી પર ગુંદર લગાવીને તેના પર આ તમામ વાળ ચોંટાડ્યા. ત્યારબાદ વાળ પર ટૂથપેસ્ટ લગાવીને બ્રશ કરવાનું શરૂ કર્યું.
View this post on Instagram
વિડિયોને અત્યાર સુધી 11 લાખથી વધુ લોકોએ જોયો છે અને હજારો લોકોએ પોતાના અભિપ્રાયો પણ આપ્યા છે. ઘણા લોકો એ વ્યક્તિની હસી ઉડાવી અને કહ્યું કે “આટલી ગરીબી તો ક્યારેય જોઈ નથી” જ્યારે બીજાએ લખ્યું કે “આ ટેક્નોલોજી છે કે તમાશો?”. અમુક યુઝર્સે ઉલ્ટી કરતા મીમ્સ પણ શેર કર્યા છે અને લખ્યું કે “આવું જોઈને હવે આંખો સાફ કરવાની જરૂર છે.”
વિડિયોની પાછળનો ઉદ્દેશ્ય ચોક્કસ મનોરંજન રહ્યો હશે, પણ વિડીયો જોઈને લોકોના રિસ્પોન્સ પરથી સ્પષ્ટ છે કે મર્યાદા ક્રોસ થઈ ચૂકી છે.