Ear Pain Solved After 20 Years: વર્ષોથી છૂપાયેલું રહસ્ય, કાનના દુખાવાનું સાચું કારણ જાણીને બધા ચોંકી ગયા
Ear Pain Solved After 20 Years: અવારનવાર લોકો લાંબા સમય સુધી શરીરમાં ચાલી રહેલી સમસ્યાઓથી પીડાતા હોય છે, જેના કારણે અનેકવાર દવા અને સારવાર છતાં પણ તેમને રાહત મળતી નથી. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં રહેતા 30 વર્ષીય ડેરેન મેકકોનાચી(Darren McConachie) માટે પણ આ દુઃખદ અનુભૂતિ વર્ષો વર્ષ ચાલુ રહી. જોકે, એક દિવસ અચાનક એવું કંઈ બન્યું કે તેમની આ લાંબી પીડા પળભરમાં દૂર થઈ ગઈ.
ડેરેન, જે હાલ એડિનબર્ગનેપિયર યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહ્યો છે, લગભગ 20 વર્ષની વયથી કાનના તીવ્ર દુખાવાથી પરેશાન હતો. શરૂઆતમાં તે માની બેઠો કે સામાન્ય ચેપ હશે. સમય જતા દુખાવામાં વધારો થયો, ડોક્ટરોને બતાવ્યું, દવાઓ લીધી, પણ કોઈ અસર જોવા મળી નહીં.
એક રાત્રે અચાનક દુખાવામાં એટલો તીવ્રતાનો અનુભવ થયો કે તેને લાગ્યું કાનનો પડદો ફાટી ગયો હોય. આ સમયે તેને કાનની અંદર હલનચલન થયું જે પછી કાનમાંથી કોઈ વસ્તુ બહાર આવી. તે એક નાનકડો લેગો હતો – જે તે બાળપણમાં રમી રહ્યો હતો.
આ દ્રશ્ય જોઈને ડેરેન દંગ રહી ગયો. શરૂઆતમાં તો તેને એવું લાગ્યું કે કાનમાં કોઈ આંતરિક ભાગ છૂટી પડ્યો હશે. પણ જ્યારે જરા ધ્યાનથી જોયું, ત્યારે ખબર પડી કે તે બાળપણમાં કાનમાં ઘૂસેડાયેલો લેગો હતો, જે 20 વર્ષથી ત્યાં જ ફસાયેલો રહ્યો.
આ ઘટનાથી ડેરેનનો વર્ષોથી ચાલી રહેલો દુખાવો પળમાં ગાયબ થઈ ગયો. તેમનો કાન હવે પહેલાં કરતા વધુ સ્વચ્છ અને સારી રીતે કામ કરે છે. ડોક્ટરો પણ આ ઘટના સામે આશ્ચર્યચકિત રહી ગયા. નિદાન દરમિયાન પણ આવું કંઈક હોવાનું તેઓ કલ્પી શક્યા ન હતા.
ડેરેન અને તેમના પરિવાર માટે આ અનુભવ ચોંકાવનારો અને રાહતદાયક બંને સાબિત થયો. આ ઘટના એ સાબિત કરે છે કે ક્યારેક ખૂબ નાની બાબત પણ લાંબા સમય સુધી દુખાવાનું કારણ બની શકે છે – અને સાવધાન રહીને જ તેનું નિવારણ શક્ય બને છે.