Socks ice cream viral video: વાયરલ થવાની લાલચમાં માણસે મોજાંમાંથી બનાવી આઈસ્ક્રીમ, વીડિયો જોઈને લોકો ઉલટી કરવા લાગ્યા
Socks ice cream viral video: આજના સોશિયલ મીડિયા યુગમાં કેટલાક લોકો ફક્ત વ્યૂઝ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. ચાહકોની સંખ્યા વધારવા માટે અને વાયરલ થવાની લાલચમાં લોકો એવું કંઈક કરવાનું પસંદ કરે છે જે નૈતિકતા અને સ્વચ્છતા બંનેના માનદંડો સાથે ખેલ થાય. તાજેતરમાં એવી જ એક અણગમતી હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિએ મોજાંમાંથી આઈસ્ક્રીમ બનાવ્યું અને તે ખાવાનું શરૂ કર્યું.
આ વીડિયો @she_knows_family નામના એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ થયો છે, જે રશિયાના એક કપલ દ્વારા સંચાલિત છે. આ એકાઉન્ટ પર આવા વિચિત્ર અને અનોખા વીડિયો મૂકવામાં આવે છે. તાજેતરના વીડિયોમાં, દિમિત્રી નામના પતિએ આવા કૃત્ય દ્વારા દુનિયાને હચમચાવી દીધી છે. વીડિયોમાં દેખાય છે કે દિમિત્રી સૌથી પહેલા પોતાના ઉપયોગમાં લીધેલા મોજાંને એક પ્લાસ્ટિક ગ્લાસમાં મૂકે છે. પછી તેમાં પાણી ભરીને ફ્રીઝરમાં રાખી દે છે. પછી જ્યારે પાણી બરફમાં ફેરવાઈ જાય છે, ત્યારે તે તેને આઈસ્ક્રીમની જેમ બહાર કાઢે છે અને ચાટવા અને ખાવા લાગે છે.
View this post on Instagram
આ વીડિયો જુઓ એટલે ઉલટી થવા જેવી લાગણી થાય. કમેન્ટ સેકશનમાં લોકો ઉલટીના ઈમોજી, તીખા પ્રતિસાદ અને વિચિત્રતાની મર્યાદા વિશે લખતા જોવા મળે છે. કેટલાક યુઝર્સે તો એવો પ્રતિભાવ આપ્યો કે “સારું થયું કે રાત્રિભોજન પહેલેથી જ કર્યું હતું”, તો બીજાએ લખ્યું, “મેનૂમાં હવે મોજાં આઈસ્ક્રીમ પણ ઉમેરો!”
વિચારવા જેવી વાત એ છે કે વ્યૂઝ મેળવવા માટે હવે લોકો કેટલી હદે જઈ રહ્યા છે. આવા અપ્રિય કૃત્યો જ માત્ર સોશિયલ મીડિયાના નકારાત્મક પડછાયાને સ્પષ્ટ કરે છે.