Girl eat tea bags: અનોખી લત, યુવતી ચા નહીં પણ ચાના પાંદડા અને ટી બેગ ચાવે, કહે છે મોઢાની તાજગી માટે કરું છું!
Girl eat tea bags: વિશ્વના ઘણા દેશોમાં ચા પીવાની આદત ખૂબ સામાન્ય છે. ભારત સહિત અનેક દેશોમાં લોકો સવારે ઉઠતાં સાથે જ ચાની ચૂસકી લઈ લે તેવી ટેવ ધરાવે છે. કેટલાક લોકો તો દિવસમાં અનેક વખત ચા પીધા વિના રહી જ નથી શકતા. પરંતુ ન્યૂ યોર્કમાં રહેતી એક યુવતીનો ચા પ્રત્યેનો શોખ અને ટેવ થોડો અલગ જ પ્રકારનો છે. તે માત્ર ચા પીતી નથી, પણ ચાના પાંદડાં સીધા મોઢામાં રાખીને ચાવે છે અને કેટલીક વખત તો ટી બેગ પણ આખી ખાઈ જાય છે!
ચાની જગ્યાએ ચાના પાંદડા પીરસો!
લ્યુબોવ સિરિક(Lyubov Siryk) નામની આ યુવતી 20 વર્ષની છે અને સાઇપ્રસની રહેવાસી છે. તે પેશેથી માર્કેટિંગ બ્રાન્ડ મેનેજર છે. બાળપણની એક નાની ટેવ હવે તેની લત બની ગઈ છે. બાળપણમાં તેની દાદી એ તંદુરસ્તી માટે ફુદીનાની ચા આપતી, ત્યારથી તેણે ચાના પાંદડાં ચાવવાનું શરૂ કર્યું. સમય જતા આ શોખ વ્યસનમાં પરિણમ્યો છે.
View this post on Instagram
અઠવાડિયામાં અનેક ટી બેગ થઈ જાય છે સમાપ્ત
લ્યુબોવ રોજનું ઓછામાં ઓછું બે વખત ચાના પાંદડાં ખાય છે અને અઠવાડિયામાં 2 થી 3 વાર ટી બેગ પણ ચાવી જાય છે. તેને ‘અંગ્રેજી બ્રેકફાસ્ટ’, ‘ચાઇનીઝ પ્યુઅર ટી’ અને ‘થાઈ બ્લેક ટી’ ખુબ ગમે છે. તેણીએ જણાવ્યું કે ક્યારેક તો બીજા લોકોના વપરાયેલ ટી બેગ પણ ખાઈ લે છે.
મોઢામાં ફ્રેશનેસ માટે ખાય છે ટી બેગ
તેનું માનવું છે કે ચાના પાંદડાં મોઢાને તાજગી આપે છે, એટલે તે તેને માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગ કરે છે. લ્યુબોવ કહે છે કે તે જાણે છે કે ટી બેગમાંથી માઇક્રોપ્લાસ્ટિકનું જોખમ હોય છે, તેથી શક્ય હોય ત્યારે તે ઓર્ગેનિક ટી બેગ પસંદ કરે છે.
આવી અનોખી ટેવ ધરાવતી યુવતીનો આ શોખ ચોક્કસપણે રસપ્રદ છે, પણ આરોગ્યના દૃષ્ટિકોણે કેટલી યોગ્ય છે એ તો નિષ્ણાતો જ જણાવી શકે.