દાવોસ : વિશ્વની સામે વધતો ઇલેક્ટ્રોનિક કચરો એક નવો પડકાર છે. ઇ-વેસ્ટ આર્થિક રીતે બોજ હોવાની સાથે જ આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે મોટા ખતરા સમાન બનતું જઈ રહ્યું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર, હાલ આપણે વાર્ષિક પાંચ કરોડ ટન ઈ – વેસ્ટ (ઇલેક્ટ્રિક કચરો) ઉત્પન્ન કરી રહ્યા છીએ. જે વર્ષ 2050 સુધી વધીને 12 કરોડ ટન સુધી પહોંચી જવાનું અનુમાન છે. આ કચરો દુનિયાભરમાં અત્યાર સુધીમાં જેટલા પણ વાણિજ્યક વિમાન બન્યા છે, તેના વધવાથી પણ વધુ થશે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબ્લ્યુઇઈએફ) અહીં યોજાયેલી વાર્ષિક બેઠક દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર ઈ-વેસ્ટ ગઠબંધન સાથે મળીને જારી કરવામાં આવેલા આ રિપોર્ટમાં દર વર્ષે ઉત્પન્ન થનાર ઈ-વેસ્ટની કિંમતનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ અનુસાર દર વર્ષે 62 અબજ ડોલરનો ઈ – વેસ્ટ નીકળી રહ્યો છે. તે વિશ્વમાં ચાંદીના ઉત્પાદનનું લગભગ ત્રણ ગણું છે. વાત માત્ર ચાંદીના ઉત્પાદનની સરખામણીની નથી. રિપોર્ટ મુજબ એક ટન મોબાઈલ ફોનમાં એક ટન સોનાના ઓરેથી 100 ગણું વધુ સોનુ હોય છે.
રિપોર્ટ ચેતવણી આપે છે કે, ઇ-કચરો દર વર્ષે વધી રહ્યો છે અને તે આપણા આરોગ્ય અને પર્યાવરણ માટે એક મોટું જોખમ બની રહ્યો છે. વર્ષ 2050 સુધી દર વર્ષે 12 મિલિયન ઇ-કચરો હોવાનો અંદાજ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દર વર્ષે માત્ર 20 ટકા ઇલેક્ટ્રોનિક અને પ્લાસ્ટિક કચરાનું રિસાયક્લિંગ થાય છે. તે સ્વાસ્થ્ય અને પર્યાવરણને એક રીતે નુકસાન પહોંચાડી રહ્યું છે અને બીજી જ તરફ 62 અબજ ડોલરનું આર્થિક નુકસાન પણ પહોંચી રહ્યું છે.