Sun-Moon Conjunction 23 એપ્રિલે સુર્ય-ચંદ્રના અશુભ યોગથી આ ત્રણ રાશિઓ માટે મુશ્કેલ સમય, જાણો કેવી રાખવી કાળજી
Sun-Moon Conjunction 23 એપ્રિલ, 2025ના બુધવારના દિવસે બપોરે 12:40 કલાકે સુર્ય અને ચંદ્ર અશુભ વૈધૃતિ યોગ બનાવશે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને માનસિક અસ્થિરતા અને કાર્યક્ષમતા પર નકારાત્મક અસર લાવનાર માનવામાં આવે છે. સુર્ય આત્મવિશ્વાસ અને નેતૃત્વનું, જ્યારે ચંદ્ર મન અને ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. આ બંને ગ્રહોનો અશુભ સંયોગ ખાસ કરીને ત્રણ રાશિના જાતકો માટે પડકારજનક સાબિત થઈ શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ સમય માનસિક દબાણ અને મૂંઝવણથી ભરેલો રહી શકે છે. વિચારોની અસ્થિરતા અને સતત મન બદલાવના કારણે મહત્વપૂર્ણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની શકે છે. આ દરમિયાન, લાગણીમાં આવીને મોટાં નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. કોઈપણ નોકરી, રોકાણ કે વ્યક્તિગત નિર્ણયો પહેલાં અનુભાવીઓની સલાહ લેવી ખૂબ જ જરૂરી રહેશે. યોગ અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓ માનસિક શાંતિ માટે લાભદાયી રહેશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે આ સમય કારકિર્દી સંબંધિત દબાણ અને વિરોધાભાસથી ભરેલો થઈ શકે છે. બોસ અથવા સહકર્મીઓ સાથે મતભેદ થવાની શક્યતા છે. સતત પ્રયત્ન છતાં કાર્યમાં વિલંબ થવાથી આત્મવિશ્વાસ પર અસર થઈ શકે છે. આ સમય દરમિયાન ધીરજ રાખવી અને ચિંતામુક્ત રીતે કામ પૂરું કરવાનો પ્રયાસ કરવો જોઈએ. દલીલો કે વિવાદ ટાળવા અને શાંતિપૂર્ણ વાતચીત દ્વારા પરિસ્થિતિ હલ કરવા પર ધ્યાન આપો.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે આ સમય સ્વાસ્થ્ય અને પરિવારમાં તણાવ માટે સાવચેતી રાખવાનો સંકેત આપે છે. થાક, નાની તબિયતની તકલીફો કે ગેરસમજ પરિવારના વાતાવરણને બગાડી શકે છે. આ સમયે આરોગ્યનું ધ્યાન રાખો, સંતુલિત આહાર લો અને પરિવાર સાથે ખુલ્લી વાતચીત કરો. નકારાત્મકતા ટાળવી અને ધૈર્ય રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.