MSU Baroda faculty recruitment : MSU બરોડા દ્વારા 819 ફેકલ્ટી પદ માટે ભરતી જાહેર, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
MSU Baroda faculty recruitment : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા (MSU Baroda) એ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે વિવિધ ફેકલ્ટી પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. યુનિવર્સિટી દ્વારા કુલ 819 ફેકલ્ટી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે, જે અસ્થાયી ધોરણે 11 મહિનાના કરાર પર રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ:
30 એપ્રિલ 2025
કેટલા વિભાગો માટે છે ભરતી?
આ ભરતી વિવિધ શૈક્ષણિક વિભાગો જેવી કે આર્ટ્સ, સાયન્સ અને ટેકનોલોજી વગેરે માટે યોજવામાં આવી રહી છે.
લાયકાત શું હોવી જોઈએ?
ઉમેદવાર પાસે નીચે મુજબની કોઈ પણ માન્ય સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત વિષયમાં યોગ્ય શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ:
UGC (University Grants Commission)
AICTE (All India Council for Technical Education)
PCI (Pharmacy Council of India)
NCTE (National Council for Teacher Education)
ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ, 2023 હેઠળ માન્ય ડિગ્રી
અરજી ફી:
જનરલ કેટેગરી માટે: ₹500
SC/ST/SEBC/EWS ઉમેદવારો માટે: ₹250
PwBD ઉમેદવારો માટે: ફી નહીં (છૂટછાટ)
અરજી કેવી રીતે કરવી?
MSU બરોડાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
“Recruitment Portal” પર ક્લિક કરો
નવી રજિસ્ટ્રેશન કરો (ઇમેઇલ અને મોબાઇલ નંબરથી)
ઓનલાઈન ફોર્મમાં જરૂરી શૈક્ષણિક અને અનુભવી વિગતો ભરો
સ્કેન કરેલા દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરો
ફોર્મ ચકાસીને સબમિટ કરો
નોંધ: એકવાર ફોર્મ સબમિટ થયા બાદ તેમાં કોઈ ફેરફાર શક્ય નથી. તેથી અરજી સાવધાનીપૂર્વક અને સમયમર્યાદામાં અંદર કરો.