Ahmedabad Traffic Police : ગરમીમાં રાહત આપતો ટ્રાફિક વિભાગનો નિર્ણય – બપોરે કેટલાય સિગ્નલ્સ રહેશે બંધ
Ahmedabad Traffic Police : અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગે મોટો નિર્ણય કર્યો છે. શહેરના લગભગ 70થી વધુ ટ્રાફિક સિગ્નલ બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ નિર્ણયનું મુખ્ય ઉદ્દેશ વાહનચાલકોને ઉનાળાની તીવ્ર ગરમીમાં ટ્રાફિક લાઈટ પર ઊભા રહેવાની મુશ્કેલીમાંથી મુક્તિ આપવું છે.
ઉનાળાની બપોરે રસ્તાઓ પર 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચતાં લોકો ખૂબ પરેશાન થઈ રહ્યાં છે. જેના પગલે ટ્રાફિક વિભાગે સમયસૂચન પિરિયડ પણ ઘટાડી દીધો છે. ખાસ કરીને તે વિસ્તારો જ્યાં લાઈટનો વેઇટિંગ સમય 180 સેકન્ડ હતો ત્યાં તેને ઘટાડવામાં આવી રહ્યો છે. ઉપરાંત શહેરના દરેક પાર્ક અને ગાર્ડન હવે સવારે 7 થી રાત્રે 11 સુધી ખુલ્લા રહેશે.
સુરત શહેરમાં પણ ટ્રાફિક પોલીસની ટીમે આવું જ પગલું લીધું છે. શહેરના 213 ટ્રાફિક સિગ્નલ હવે બપોરના 1 થી 3:30 સુધી બંધ રહેશે. લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ પગલાં લીધાં છે.