Woman Allergic to Veggies: ફળ અને શાકભાજીનું નામ સાંભળી કાંપી ઉઠે છે ક્લો – દુર્લભ એલર્જીથી ત્રસ્ત યુવતી
Woman Allergic to Veggies: અત્યારે આપણે જે વિશ્વમાં રહી રહ્યા છીએ, તેમાં હજારો અનોખા લોકો અને અસામાન્ય પરિસ્થિતિઓ જોવા મળે છે. કેટલાક લોકોને એવા દુર્લભ રોગો હોય છે, જે સામાન્ય લોકો માટે કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે. એવી જ એક ચોંકાવનારી ઘટના ઇંગ્લેન્ડના મિડ વેસ્ટલેન્ડમાં રહેતી ક્લો રાયસબેક(Chloe Raisbeck) નામની યુવતી સાથે બની છે. દેખાવમાં સામાન્ય લાગતી ક્લો એવા દુર્લભ રોગથી પીડાય છે, જેના કારણે તે જો ફળ કે શાકભાજી ખાય તો તેનું જીવન જોખમમાં પડી જાય છે.
ક્લોને “ઓરલ એલર્જી સિન્ડ્રોમ” નામની ગંભીર એલર્જી છે, જે ફળ અને શાકભાજીમાં રહેલા પ્રોટીન સામે શરીર પ્રતિક્રિયા આપે છે. આ બીમારીના લક્ષણો સામાન્ય રીતે બાળપણમાં સ્પષ્ટપણે દેખાતા નથી. જ્યારે ક્લોએ માત્ર સાત વર્ષની ઉંમરે પહેલીવાર બટાકા ખાધા ત્યારે તેને ગંભીર અસર થઈ અને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. ત્યારબાદ ડૉક્ટરોએ તેના રોગ વિશે ખુલાસો કર્યો, જેને જાણીને ક્લોનું આખું પરિવાર ચોંકી ઉઠ્યું.
આજની તારીખે 27 વર્ષીય ક્લો છેલ્લા 20 વર્ષથી એકપણ લીલી શાકભાજી કે ફળો નથી ખાધા. તે લગભગ 15 પ્રકારના ખોરાક – જેમાં કેળા, કીવી, ગાજર, મરી, બદામ વગેરેનો સમાવેશ થાય છે – ખાઈ શકતી નથી. જો તે આવું કંઈ ખાય છે તો તરત જ તેના હોઠ ફૂલી જાય છે, ગળામાં જલન થાય છે અને મોંમાં ગાંઠ જેવા લક્ષણો ઊભા થાય છે. કંઈક ખાવાની સાથે તાત્કાલિક સારવાર નહિ મળે તો પરિસ્થિતિ જીવલેણ બની શકે છે.
ક્લો કહે છે કે હવે તો ફળ કે શાકભાજી જોઈને પણ ડર લાગે છે. અહીં સુધી કે જો કોઈ વ્યક્તિ ફળ ખાઈને તેને ચુંબન પણ કરે તો પણ તેની તબિયત બગડી શકે છે. ખોરાકથી મળતા પોષણને પૂરું કરવા માટે તે દવાઓનો સહારો લે છે. આ દુર્લભ બીમારીના કારણે ક્લોને જીવનના અનેક દિનચર્યામાં અઢળક પડકારોનો સામનો કરવો પડે છે. છતાં, તે હિંમત અને સાવચેતાઈ સાથે પોતાનું જીવન જીવતી રહી છે.