Vande Bharat Express Bad Food Quality Video: વંદે ભારત એક્સપ્રેસમાં ભોજનની ખરાબ ગુણવત્તા પર મુસાફરે ઉઠાવ્યો અવાજ, રેલ્વેનો તાત્કાલિક જવાબ
Vande Bharat Express Bad Food Quality Video: શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી નવી દિલ્હી વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 22478માં મુસાફરી કરી રહેલા એક મુસાફરે ભોજનની ગુણવત્તા અંગે તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી. મુસાફરે ટ્રેનમાં પીરસાયેલા ભોજનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વીડિયો વાયરલ થવામાં આવે તે પહેલાં જ IRCTCએ તેનો પ્રતિસાદ આપ્યો હતો.
વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મુસાફર ભોજનના પેકેટ ખોલી કઠોળની ગુણવત્તા બતાવી રહ્યો છે. મુસાફર દાવો કરે છે કે દાળમાં દાળનો અંશ જ નથી અને શાહી પનીરમાં વાસ્તવિક પનીર નહીં પરંતુ સોયા પનીર વપરાયું છે. ચમચાથી દાળ હલાવતી વખતે તે માત્ર પાણી જેવું લાગતું હતું.
This is poor quality meal provide in vande bharat(22478) , pulses are completely missing in Dal and paneer use in sahi paneer is soya paneer. @AshwiniVaishnaw @RailwayNorthern @IRCTCofficial @drm_fzr @DRMDELHIDIVN pic.twitter.com/G9pFVSoMpL
— Baiju_with_Unique (@Bjsd2512) April 26, 2025
તમને જણાવી દઈએ કે વંદે ભારતમાં જો કોઈ મુસાફર ખોરાકની ગુણવત્તાથી અસંતોષ વ્યક્ત કરે છે, તો તેની ફરિયાદ બાદ ભોજનની સંપૂર્ણ કિંમત પરત કરવાની વ્યવસ્થા છે. નોંધનીય છે કે ભોજનનો ખર્ચ ટિકિટ સાથે સામેલ હોય છે. એટલે કે, જો ભોજન માટે 200 રૂપિયા લેવામાં આવ્યા હોય અને તે સંતોષકારક ન હોય, તો યોગ્ય ફરિયાદ પછી તે રકમ પરત મળે છે. પણ ફરિયાદ તરત કરવી જરૂરી છે.
આ ઘટના બાદ @Bjsd2512 નામના યુઝરે X પર વીડિયો શેર કરતા લખ્યું, ‘વંદે ભારત ટ્રેન (22478)માં પીરસાતા ભોજનની સ્થિતિ ખરાબ છે. દાળમાં દાળ જ નથી અને શાહી પનીરમાં સોયા પનીર છે.’
Sir, our sincere apology for the inconvenience. Pls DM your PNR and mobile number to enable us to address this. https://t.co/jQ5E3EMJXW
— IRCTC (@IRCTCofficial) April 26, 2025
વિડીયો વાયરલ થતા જ IRCTCએ તરત જ ટિપ્પણી કરી. IRCTCના અધિકૃત હેન્ડલથી જવાબ આપતા લખાયું, ‘માફી માંગીએ છીએ. કૃપા કરીને તમારું PNR નંબર અને મોબાઈલ નંબર શેર કરો જેથી આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરી શકાય.’