Man fitted house split ac in car video: ભીષણ ગરમી સામે વ્યક્તિએ કારમાં ઘરના એસીનો જુગાડ લગાવ્યો, વીડિયો થયો વાયરલ
Man fitted house split ac in car video: ભીષણ ગરમીએ પોતાનો કેર વરસાવવાનું શરૂ કરી દીધું છે. એપ્રિલના અંતે જ તાપમાનથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને જૂન-જુલાઈમાં તો પરિસ્થિતિ વધુ ગંભીર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ કડકડતી ગરમીમાં કૂલર અને પંખાં પણ નિષ્ફળ નીવડ્યા છે. હવે લોકોએ એસીનો આશરો લેવો શરૂ કર્યો છે. આવી વચ્ચે સોશિયલ મીડિયા પર એક અજબગજબ વીડિયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિએ પોતાની કાર પાછળ એસીનું કોમ્પ્રેસર ફિટ કરાવ્યું છે.
વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે રસ્તા પર દોડતી એક કાર પાછળ ઘરના એસી જેવું કોમ્પ્રેસર ટાંકી દેવામાં આવ્યું છે. આમ તો મોટાભાગના વાહનોમાં એસી હોય છે, છતાં ગરમીથી બચવા માટે આ અનોખો જુગાડ અપનાવાયો છે. લોકોને આ નજારો જોઈને આશ્ચર્ય થાય છે કે ભલા કોઈ આવું કેમ કરશે?
હકીકત તો એવી છે કે આ વીડિયો ભારતનો નહીં, પરંતુ ચીનનો છે. કાર પર ચીની ભાષામાં લખાણ પણ જોવા મળે છે. દક્ષિણ ચીનમાં ઉનાળામાં તીવ્ર ગરમી અને ભેજ ભરેલા વાતાવરણ વચ્ચે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. અહીંની મોટી વસ્તી અને મર્યાદિત સંસાધનોને કારણે દરેક વ્યક્તિ માટે એસી ખરીદવું શક્ય નથી, તેથી લોકો એવા જુગાડ શોધે છે કે જેથી તાપથી બચી શકાય.
View this post on Instagram
આ વીડિયો ઇન્ટરનેટ પર ભારે વાયરલ થયો છે. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લાઇક્સ મળ્યા છે અને ઘણા યુઝર્સે રમૂજી પ્રતિસાદ આપ્યા છે. કોઈએ લખ્યું કે “વાહ, શું જબરદસ્ત ટેક્નોલોજી છે”, તો બીજાએ કહ્યું, “હું ચીની લોકોના વિચારશક્તિના વખાણ કરું છું.” એક યુઝરે મજાકમાં લખ્યું, “કારનું એસી નકામું નીકળ્યું તો સીધૂ ઘરોનું એસી કારમાં ફિટ કરી દીધૂ!”