71
/ 100
SEO સ્કોર
Sofa delivery with crane viral video: 10મા માળે ક્રેન મારફતે સોફા પહોંચાડતો વીડિયો વાયરલ, લોકો બોલ્યા – ‘આ તો જીવ સાથે રમત છે!’
Sofa delivery with crane viral video: આજના ટેક્નોલોજીયુક્ત સમયમાં જીવન અનેક રીતે સરળ બન્યું છે, ખાસ કરીને શોપિંગના મામલે. હવે ઘર બેઠા જ કોઈપણ વસ્તુ મેળવવી શક્ય છે. પરંતુ આવી સુવિધાઓ વચ્ચે કંઈક અજબ ઘટનાઓ પણ સામે આવે છે. હાલમાં એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે, જેમાં સોફાની ડિલિવરી એ રીતે કરવામાં આવી રહી છે કે લોકો જોઈને ચોકી ગયા છે.
વિડિયોમાં, એક મોટો સોફા બિલ્ડિંગના 10મા કે 11મા માળે બારી મારફતે પહોંચાડવામાં આવી રહ્યો છે – એ પણ કોઈ સામાન્ય રીતે નહીં, પણ મોટી ક્રેનની મદદથી. બે લોકો ક્રેન સાથે સંલગ્ન હોય તે રીતે સોફા બારી સુધી લઇ જાય છે. આ દ્રશ્ય એટલું ચોંકાવનારૂ છે કે સોફા પહોંચાડવા માટે આવા જોખમ લેવા જોઈએ કે નહીં તે પ્રશ્ન ઊભો થાય.
વિડિયો ભારતનો નથી, પણ તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં 1.68 લાખથી વધુ વ્યૂઝ આવી ચૂક્યા છે અને હજારો લોકો પોતપોતાની ટિપ્પણીઓ આપી રહ્યા છે. કોઈએ લખ્યું કે “આ તો જીવ સાથે ખેલ છે”, તો બીજાએ કહ્યું, “ડિલિવરી કરતા લોકો સાચા હીરો છે.” કેટલાક યુઝર્સે વીડિયો નકલી હોવાનો દાવો પણ કર્યો.
આવી ઘટનાઓથી સાબિત થાય છે કે આ આધુનિકતાની વચ્ચે પણ કેટલીક વસ્તુઓ આજે પણ અવિશ્વસનીય લાગે છે. શું તમે પણ ક્યારેય આવી અદભૂત ડિલિવરી જોઈ છે?