Siddaramaiah: શાંતિ મહત્વપૂર્ણ, પરંતુ આતંક સામે લડાઈ પણ જરૂરી, સિદ્ધારમૈયાનું નિવેદન
Siddaramaiah પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમના પહેલા નિવેદનથી યુ-ટર્ન લીધો છે. અગાઉ તેમણે યુદ્ધની જરૂરિયાતને નકારી કાઢી હતી, પરંતુ હવે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો દેશના સાર્વભૌમત્વ અને એકતા સામે ખતરો ઉભો થાય, તો યુદ્ધ પણ એક વિકલ્પ બની શકે છે.
સિદ્ધારમૈયાનું નિવેદન
મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, “મારા શબ્દો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. મેં એવું ક્યારેય કહ્યું ન હતું કે યુદ્ધ ન જોઈએ. હું શાંતિમાં માનું છું, પણ જ્યારે વાત દેશની સુરક્ષા અને આતંકવાદ સામેની લડતની આવે, ત્યારે ભારતે ઢીલ ન રાખવી જોઈએ. જો યુદ્ધ અનિવાર્ય હોય, તો લડી લેવુ જોઈએ.”
તેમણે ઉમેર્યું કે આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવો જોઈએ અને કેન્દ્ર સરકારની જવાબદારી છે કે દેશના નાગરિકોને સંપૂર્ણ સુરક્ષા આપે. તેમણે 1971ના યુદ્ધની પણ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ ભારતે પાકિસ્તાન સામે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.
સિદ્ધારમૈયાએ ભારતના શાંતિપ્રેમી વારસાને પણ યાદ કરાવ્યો. તેમણે કહ્યું, “આ દેશમાં બુદ્ધ અને બસવન્ના જેવા મહાન વિચારો જન્મ્યા છે. શાંતિ આપણું મૂળભૂત લક્ષણ છે, પરંતુ આપણે શાંતિને કમજોરી ના સમજી લઈએ.”
શિવકુમારનો જવાબ
મામલે રાજકીય તાપ પકડતા ડેપ્યુટી CM ડી.કે. શિવકુમારે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે પહેલગામ હુમલાની કડક નિંદા કરી છે અને સરકાર સાથે પોતાની એકતા દર્શાવી છે. “દેશની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે,” તેમ તેમણે જણાવ્યું.
આ સંદર્ભે સ્પષ્ટ છે કે સિદ્ધારમૈયાની માગ છે કે આતંકવાદ સામે કોઈ શમાપત્ર ન હોવો જોઈએ. જો વાત દેશની અખંડિતા પર આવે, તો યુદ્ધ પણ ન્યાયસંગત પગલું બની શકે છે.