કાશ્મીરમાં મોદી સરકાર દ્વારા કલમ 370 અંગે ભરવામાં આવેલા પગલાથી ધાંધા બના પાકિસ્તાનનું બેબાકળુંપણું ઓછું થઈ રહ્યું નથી. પાકિસ્તાને સતત ભારતને હેરાન કરવાનું શરૂ કર્યું છે. હવે પાકિસ્તાને જમ્મૂ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.
પાકિસ્તાની સેનાએ શનિવારે સવારે 6.30 વાગ્યાની આસપાસ લાઈન ઓફ કન્ટ્રોલ પર ફાયરીંગ કર્યું હતું અને મોર્ટારથી ગોળા છોડ્યા હતા. જેનો ભારતીય સેના આક્રમક જવાબ આપ્યો હતો. આ ઘટનામાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હતો.
શહીદ થયેલા જવાન લાન્સ નાયક સંદીપ થાપા 35 વર્ષના હતા અને પાછલા 15 વર્ષથી ફરજ નિભાવી રહ્યા હતા. દેહરાદુનના રહીશ સંદીપ પાકિસ્તાની ફાયરીંગમાં ગંભીર રીત ઈજા પામ્યા હતા.
પદંરમી ઓગષ્ટે પાકિસ્તાને જમ્મૂ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં ફાયરીંગ કરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. આ ઉપરાંત ઉરી અને રાજૌરીમાં પણ સીઝફાયરને ઉવેખીને ફાયરીગં કર્યું હતું જેમાં પાકિસ્તાનના ત્રણ જવાનો માર્યા ગયા હતા.