જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ લાગુ કરવામાં આવેલા અંકુશ હવે ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે. અંકુશોને દુર કરતી વેળા તમામ કાળજી રાખવામાં આવી રહી છે. કલમ 370 નાબુદ કરવામાં આવ્યા બાદ સ્થિતી તંગ બનેલી હતી. 17 જગ્યાએ લેન્ડ લાઈન ફોન ચાલુ કરી દેવામાં આવ્યા છે અને પાંચ જિલ્લામાં 2-જીની સ્પીડે નેટ સર્વિસ શરૂ કરવામાં આવી છે.
જમ્મુમાં તો સ્કુલ અને કોલેજ ફરીથી ખુલી ગયા છે. ત્યાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા પણ ફરી શરૂ કરવામાં આવી ચુકી છે. જ્મ્મુમાં ટુજી સ્પીડની સાથે નેટ સેવાફરી શરૂ કરવામાં આવી છે. કાશ્મીરમાં લેન્ડલાઇન ફોન સેવા શરૂ કરવામાં આવી ચુકી છે. રાજ્યના મુખ્ય સચિવ બીઆર સુબ્રમણ્યમ દ્વારા આના સંકેત શુક્રવારે મોડી રાત્રે આપી દીધા બાદ સ્થિતિ હળવી બની રહી છે. જોકે, જે વિસ્તારમાં હિંસાની દહેશત રહેલી છે ત્યાં અંકુશ હજુ પણ લાગુ છે.
કાશ્મીરમાં સાવચેતીના પગલારૂપે પાંચ જિલ્લામાં હજુ પણ અંકુશ લાગુ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સીઆરપીએફ, જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાના જવાનોને સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. ગઇકાલે મોડી રાતે પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યુ હતુ કે કાશ્મીર ખીણમાં શનિવારના દિવસથી ટેલિકોમ સેવાઓ ફરી સ્થાપિત કરવામાં આવી રહી છે. સાથે સાથે સ્કુલ કાશ્મીર ખીણમાં સોમવારના દિવસથી સ્કુલ અને કોલેજ પણ ફરી ખોલી દેવામાં આવનાર છે. તેમણે કહ્યુ હતુ કે પ્રદેશમાં ૨૨માંથી 12 જિલ્લામાં હાલત કફોડી બનેલી છે.
આ ઉપરાંત પાંચ જિલ્લામાં સાવચેતીના પગલારૂપે આંશિક પ્રતિબંધ લાગુ કરવામાં આવેલા છે. શનિવારે આજે સવારે મળેલી માહિતી મુજબ જમ્મુ કાશ્મીરના ઉધમપુર,રિયાસી, કઠુઆ, સાંબા અને જમ્મુ શહેરમાં ટુજી ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી ચુકી છે.આની સાથે સાથે આ વિસ્તારમાં કોઇ પણ પ્રકારના પ્રતિબંધ પણ લાગુ કરવામાં આવ્યા નથી. કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા ફરી સ્થાપિત કરવાની તૈયારી કરી લેવામાં આવી છે.