Maulana Pakistan group connection: ધારીના મદ્રેસામાં ભણાવતા મૌલાના પર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કનેક્શનનો શંકાસ્પદ દાવો, SOGની કાર્યવાહી
Maulana Pakistan group connection: જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યની સુરક્ષા એજન્સીઓ ચોકસાઈના મૂડમાં આવી ગઈ છે. આ સંદર્ભમાં અમરેલી જિલ્લાના ધારી વિસ્તારમાં આવેલા એક મદ્રેસામાં ભણાવતા મૌલાના અંગે પોલીસને શંકા જતા SOGએ તેને તાત્કાલિક કબજે લઈ પૂછપરછ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર મદ્રેસામાં રહેલા મૌલાના પાસે વસવાટ સંબંધિત કોઈ સત્તાવાર દસ્તાવેજ ન મળતા એજન્સીએ તેની વધુ તપાસ હાથ ધરી હતી. પૂછપરછ કરતા બહાર આવ્યું કે મૌલાના મૂળ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહે છે.
મૌલાનાના ફોનમાંથી પાક-અફઘાનના 7 શંકાસ્પદ ગ્રુપ
જ્યારે પોલીસે મૌલાનાનો મોબાઇલ ફોન કબ્જે કરી તેનું ડિજિટલ ફોરેન્સિક વિશ્લેષણ કર્યું, ત્યારે ચોંકાવનારા તથ્યો સામે આવ્યા. પોલીસને તેના વ્હોટ્સએપમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી સંકળાયેલા સાત જેટલાં ગ્રુપ મળ્યાં છે, જેને પગલે કેસને ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે.
અધિકારીઓની નોંધ: તપાસ ચાલુ છે
SOGના પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી. ચૌધરી આ કેસની સમગ્ર તપાસ કરી રહ્યાં છે. સમગ્ર મામલે અમરેલી જિલ્લાના એસપી સંજય ખરાતે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, “મૌલાનાની પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાતા અમે તેને અટકમાં લીધો છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. પાકિસ્તાન કનેક્શન અંગે હકીકત તપાસ બાદ સામે આવશે.”
હાલના હિસાબે કોઈ ઠોસ આતંકવાદી કનેક્શનની પુષ્ટિ થઈ નથી, પરંતુ મૌલાનાના ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે પોલીસ આગળની તપાસમાં વ્યસ્ત છે. સુરક્ષા એજન્સીઓનું ફોકસ હવે એ દિશામાં છે કે આવા કિસ્સાઓથી રાજ્યની શાંતિ અને સુરક્ષા પર કોઈ પણ પ્રકારનો ખતરો ઊભો ન થાય.