Chaat Masala: ઘરે બનાવો સ્વાદિષ્ટ ચાટ મસાલો: ઉનાળામાં કાકડી સાથે માણો હેલ્ધી ટેસ્ટ
Chaat Masala ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડક આપતા ખોરાકનો સમાવેશ આપણા દૈનિક આહારમાં ખૂબ જ જરૂરી બની જાય છે. કાકડી જેવા હાઇડ્રેટિંગ ફળોને લોકો ખાસ કરીને ઉનાળામાં વધારે પ્રાધાન્ય આપે છે. મોટાભાગના લોકો કાકડી ખાવા સમયે તેનો સ્વાદ વધારવા માટે તેના પર મીઠું કે બજારમાં મળતો ચાટ મસાલો છાંટે છે. જોકે, ઘરના સરળ ઉપાયો દ્વારા બનેલો મસાલેદાર ચાટ મસાલો બજારના મસાલાથી વધુ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ સાબિત થઈ શકે છે.
ઘરે બનાવો મસાલેદાર ચાટ મસાલો – સરળ રીત
સામગ્રી:
2 ચમચી આખા ધાણા
1 ચમચી જીરું
1 ચમચી અજમો
1 ચમચી સૂકું પુદીનું
½ ચમચી કાળું મીઠું
½ ચમચી કાળી મરી અથવા સૂકું લાલ મરચું
1 ચમચી આમચૂર પાવડર (સૂકી કેરીનો પાવડર)
રેસીપી:
સૌપ્રથમ તમામ મસાલાઓને એક પેનમાં ધીમા તાપે હલ્કા શેકો જેથી તેનું સુગંધ વધે.
મસાલાઓ ઠંડા થયા પછી તેને મિક્સરમાં નાખી બારીક પીસી લો.
તૈયાર પાવડરને એક હવાચુસ્ત ડબ્બીમાં ભરી લો.
જરૂર મુજબ કાકડી, સલાડ કે ફળો પર છાંટીને તેનો ઉપયોગ કરો.
સ્વાદ અને આરોગ્ય બંનેમાં શ્રેષ્ઠ
ઘરે બનેલો ચાટ મસાલો ફક્ત સ્વાદમાં જ વધારે હોય એવું નથી, પરંતુ તેમાં પ્રાકૃતિક મસાલાઓના ગુણ પણ રહેલા છે, જેમ કે અજમો પાચનશક્તિ વધારવામાં મદદરૂપ છે, અને પુદીનાં પાન શરદી-ઉધરસમાં રાહત આપે છે. આમચૂર પાવડર મસાલામાં ખટાશ લાવે છે અને આહારને સ્વાદિષ્ટ બનાવે છે.
સ્ટોર કરવાની રીત
ચાટ મસાલાને હવાચુસ્ત કન્ટેનરમાં રાખો જેથી ભેજ ન પૌચે અને તેનો સ્વાદ લાંબા સમય સુધી યથાવત્ રહે. અઠવાડિયાઓ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે.