Horoscope મા બગલામુખી જયંતિ પર રાશિ મુજબ ખાસ ઉપાયો: આજે ૧૨ રાશિઓના નસીબમાં શું છે ખાસ?
Horoscope હિન્દુ કેલેન્ડર મુજબ, ૫ મે ૨૦૨૫ ના રોજ વૈશાખ શુક્લ પક્ષની અષ્ટમી છે, જે અન્ન, વિજ્ઞાન અને વિજયની દેવિ તરીકે પ્રસિદ્ધ મા બગલામુખી ની જયંતિ છે. આ દિવસે વૃદ્ધિ યોગ અને આશ્લેષા નક્ષત્રના સંયોગથી ૧૨ રાશિઓના જીવન પર શુભ અસર પડી શકે છે. પૌરાણિક માન્યતા મુજબ, બગલામુખી માતાની આરાધનાથી દુશ્મનનો નાશ, કોર્ટ કેસમાં વિજય અને મનોચાહિત સફળતા પ્રાપ્ત થાય છે. આવો, જાણીએ આજના દિવસે રાશિ પ્રમાણે શું કહેવાય છે રાશિફળ અને કયા ઉપાયો થી થઇ શકે છે લાભ.
મેષ રાશિ: સંબંધોમાં સમરસતા રહેશે અને પિતાનો સહયોગ મળશે. આજે હનુમાન ચાલીસાનું પઠન કરો અને વાંદરાને ચણા કે કેળા ખવડાવો.
વૃષભ: નવી જવાબદારીઓમાં સફળતા મળશે. તણાવ હોવા છતાં લાભ મળે. ગરીબ બાળકીને ખાવાનું આપો અને કપડાં દાન કરો.મિથુન: વ્યવસાયમાં સફળતા મળશે. સ્વાસ્થ્યમાં ચિંતાવિહોણું રહો. ગાયને લીલો ચારો આપો.
કર્ક: પ્રતિષ્ઠા અને યશમાં વધારો થશે. દહી ઉમેરેલા પાણીથી સ્નાન કરો અને લોટ, ચોખાનું દાન કરો.સિંહ: નાણાકીય સફળતા મળશે. આજે સૂર્યદેવને રોલી, ચોખા સાથે જળ અર્પણ કરો.
કન્યા: તણાવ અને શારીરિક ક્ષતિનો સામનો થઈ શકે. ગાયને લીલો ચારો આપો અને પશુ સેવા કરો.
તુલા: સરકાર તરફથી સહયોગ મળવાની શક્યતા. ગરીબોને ભોજન કરાવો અને વૃદ્ધોને કપડાં આપો.
વૃશ્ચિક: આત્મવિશ્વાસ વધશે, યોગથી લાભ. બજરંગ બાન પઠન કરો અને વાંદરાને ખવડાવો.
ધન: અધિકારીઓ તરફથી સહયોગ મળશે. ગુરુ મંત્ર જપ કરો અને ગાયને હળદર વાળી રોટલી આપો.
મકર: મન થોડી ઉદાસી અનુભવશે. શનિ મંત્ર જપ કરો અને કૂતરાને ખાવાનું આપો.
કુંભ: આત્મવિશ્વાસ ઓછી હશે પણ કાર્યસિદ્ધિ મળશે. ઘાયલ પ્રાણીઓની સેવા કરો.
મીન: પરિવાર તરફથી લાગણીસભર સ્નેહ મળશે. ગુરુ મંત્ર જપ કરો અને ગાયને રોટલી આપો.
આ દિવસે માતા બગલામુખીનું સ્મરણ કરીને અને રાશિ મુજબ આ સરળ ઉપાયો અમલમાં લાવશો તો આજનો દિવસ શુભ ફળદાયી બની શકે છે.