Riyan Parag Net Worth 6 છગ્ગા ફટકારનાર રિયાન પરાગની આવક અને સંપત્તિ જાણો
Riyan Parag Net Worth ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં રાજસ્થાન રોયલ્સના યુવા ખેલાડી અને કેપ્ટન રિયાન પરાગ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તેણે રવિવારે KKR સામે રમાયેલી મેચમાં માત્ર 45 બોલમાં 95 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ખાસ કરીને, તેણે સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકારીને ક્રિકેટવિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ શાનદાર પ્રદર્શન છતાં પણ રાજસ્થાન માત્ર 1 રનથી મેચ હારી ગઈ.
IPL માં રિયાન પરાગનો પગાર અને કમાણી
રિયાન પરાગે 2019માં 20 લાખ રૂપિયાના પેકેજ પર IPLમાં એન્ટ્રી લીધી હતી. તેના સતત સુધરતા પ્રદર્શનને કારણે રાજસ્થાન રોયલ્સે 2025 માટે તેને 14 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. અત્યાર સુધી IPLમાંથી તેણે અંદાજે 25 કરોડ રૂપિયાનું કમાઈ લીધું છે. જોકે, તે હાલમાં BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં નથી.
ઘરેલુ ક્રિકેટ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી આવક
રિયાન પરાગ આસામ તરફથી રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જેવા ઘરેલુ ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે, જ્યાંથી પણ તે નાણા કમાય છે. એ ઉપરાંત, પરાગ અનેક જાણીતી બ્રાન્ડ્સ જેમ કે રેડબુલ, પુમા, સ્ટાર સિમેન્ટ, રૂટર અને રોયલ ગ્લોબલ યુનિવર્સિટી સાથે સંકળાયેલો છે, જે પણ તેની આવકનો મુખ્ય સ્ત્રોત છે.
રિયાન પરાગની કુલ સંપત્તિ કેટલી છે?
મીડિયા અહેવાલો અનુસાર, રિયાન પરાગની કુલ નેટવર્થ 15થી 20 કરોડ રૂપિયાની વચ્ચે છે. તેને આ કમાણી ટૂંકા સમયમાં પોતાની પ્રતિભા અને મહેનતથી મેળવી છે.
રેકોર્ડ અને કારકિર્દી
આસામના માટે રમતા રિયાન પરાગે 33 ફર્સ્ટ ક્લાસ અને 50 લિસ્ટ A મેચ રમી છે. જેમાં તેણે અનુક્રમે 2042 અને 1735 રન બનાવ્યા છે. તેની બોલિંગ પણ સારી રહી છે, જેમાં તેણે બંને ફોર્મેટમાં 53-53 વિકેટ લીધી છે.
રિયાન પરાગ એક ઉજળતું ભવિષ્ય ધરાવતો ખેલાડી છે, જેની આક્રમક બેટિંગ અને અનેક તલેન્તોએ તેને યુવા ટેલેન્ટનો આઈકન બનાવી દીધો છે.