India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય ચિંતાઓ વધી
India-Pakistan Tension 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવભરી સ્થિતિએ આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ ચિંતિત કરી દીધા છે. આ ઘટનાને પગલે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં તાત્કાલિક ‘બંધ બારણે’ બેઠક બોલાવવાની માંગ કરી હતી, જે સફળતાપૂર્વક યોજાઈ. આ બેઠક દક્ષિણ એશિયામાં શાંતિ જાળવવા માટે ઉકેલો શોધવાનો પ્રયાસ હતી.
UNSCની આ બેઠક કોઈ ઔપચારિક ઠરાવ વિના પૂરું થઈ હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને ઘનગભીરતાથી જોવામાં આવ્યો. UNSCના કેટલાક સભ્ય દેશોએ દલીલ કરી કે આ વિવાદનો ઉકેલ રાજદ્વારી માર્ગે અને સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોને આધારે શોધવો જોઈએ.
બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધિત કરતા સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના પ્રતિનિધિ અસીમ ઇફ્તિખારે દાવો કર્યો કે “આ બેઠકનો હેતુ પૂર્ણ થયો છે.” તેમણે કહ્યું કે ભારતની લશ્કરી તૈયારીઓ અને આર્થિક દબાણ અંગે પાકિસ્તાને UNSCને પોતાની ચિંતાઓ જણાવી છે. ખાસ કરીને સિંધુ જળ સંધિ પર ભારતના તાજેતરના નિર્ણયને લઈને પાકિસ્તાનમાં ભારે ઉથલપાથલ છે.
ભારત તરફથી લેવામાં આવેલ નિર્ણયો હેઠળ સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરાયો છે, જે પાકિસ્તાન માટે ભારે અસરકારક હોઈ શકે છે. પાકિસ્તાની કૃષિ અને પીવાના પાણી માટે સિંધુ જળ વ્યવસ્થા પર ભારોભાર નિર્ભર છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ પગલાંના વિરોધમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે વાત કરી અને ભારત પર આંતરરાષ્ટ્રીય દબાણ લાવવા વિનંતી કરી.
આ બેઠક એ શાંતિ સ્થાપન માટે પહેલ ગણાઈ રહી છે, પરંતુ કૂતૂહલ એવું છે કે શું માત્ર સંવાદ અને રાજદ્વારી દિશા આ તણાવને વાસ્તવમાં ઓસરાવી શકે? ભારત તરફથી હજુ સુધી UNSCના સમર્થન કે અવગણન પર કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણની અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે.