મલ્લિકા શેરાવત હોટ અને બોલ્ડ સીનને લઈ ફેમસ અભિનેત્રી છે. એનાં દરેક ફેન્સ પણ એ વાતથી જાણ છે કે મલ્લિકા કેવા કેવા સીન ફિલ્મોમાં આપે છે. મર્ડર, હિસ્સ અને ડર્ટી પોલિટિક્સ જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી મલ્લિકા શેરાવતે બોલિવૂડ ફિલ્મોમાં ન્યૂડ અને કિસિંગ સીનને લઈ હાલમાં મોટો ખુલાસો કર્યો છે. જો કે આમ તો મલ્લિકા ઘણા સમયથી રૂપેરી પડદાથી દૂર છે.
મલ્લિકા શેરાવતનું તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ હતું તેમાં તેણે બોલિવૂડમાં તેની ફિલ્મી સફર અને ફિલ્મોમાં કરેલા બોલ્ડ સીનને લઈ ઘણી બધી એવી વાતો કહી કે જે તેનાં ફેન્સથી અજાણ હોય. જ્યારે મલ્લિકાને પૂછવામાં આવ્યું કે ફિલ્મમાં કરેલા ન્યૂડ સીન અને કિસિંગને લઈ તમે કંઈ કહેવા માગો છો? તો તેણે આ પ્રશ્નનો અલગ અંદાજમાં જ જવાબ આપ્યો હતો કે જે ચોંકાવનારો હતો.
જવાબ આપતાં કહ્યું કે, ફિલ્મ ઈન્ટસ્ટ્રી મારા માટે હંમેશાં સારી રહી છે. ઉદાહરણ માટે મારી ફિલ્મ મર્ડર લઈ લો, એ વખતે કિસ કરવી બહુ મોટી વાત હતી, પરંતુ હવે તે ઘણી સામાન્ય વાત બની ગઈ છે. આજે ઘણી અભિનેત્રીઓ તેની કાર્યક્ષમતાથી આગળ વધીને બધાની સામે ન્યૂડ અને કિસિંગ સીન આપે છે. લોકોને પણ આ પ્રકારના સીન ગમે છે અને કોઈ ધારણા નથી.
વિદેશી ફિલ્મોમાં કામ કરવાને લઈને તેણે વાત કરી કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં રહીને આપણે કૂવામાંના દેડકાં બનતાં જઈશું. આ પહેલા મલ્લિકા શેરાવતે બીજો એક ખુલાસો કર્યો હતો કે મોટાભાગની ફિલ્મો એમને એટલા માટે ગુમાવવી પડી કે તેણે ફિલ્મનાં હીરોને ડેટ નહોતો કર્યો.