Amit Khunt suicide honeytrap case : અમિત ખૂંટ આત્મહત્યા કેસ: કૉંગ્રેસી નેતા સહિત ત્રણની ધરપકડ, હની ટ્રેપ ષડ્યંત્રનો પર્દાફાશ
Amit Khunt suicide honeytrap case : સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતને હચમચાવી નાખેલા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ચોંકાવનારા વળાંકો આવ્યા છે. એક યુવતી દ્વારા લધુમતિ સંબંધિત ગંભીર આરોપ લગાવાયા બાદ અમિત ખૂંટનું શવ તેની વાડીમાં લટકતું મળ્યું હતું. પ્રારંભે ગુનો બળાત્કાર અને ત્યારબાદ આત્મહત્યા તરીકે દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તપાસમાં આખો મામલો એક ષડયંત્ર એટલે કે હની ટ્રેપ બન્યો હોવાનું સામે આવ્યું છે.
કેસમાં નવા ખુલાસાઓ થતાની સાથે જ પોલીસએ આજે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય નામ છે કોંગ્રેસી નેતા દિનેશ પાતર, વકીલ સંજય પંડિત અને યુવતી પૂજા રાજગોર. પોલીસે જણાવ્યું કે આ ત્રણેયે મળીને અમિત ખૂંટને ફસાવવાનું આયોજન કર્યું હતું.
તપાસ દરમિયાન પૂજા રાજગોરે ગુનાની પાછળની સંપૂર્ણ વાત પોલીસને કહી હતી. તેના જણાવ્યા મુજબ, વકીલ સંજય પંડિત અને કોંગ્રેસના નેતા દિનેશ પાતરે પોતાની સહેલાણી રહેલી યુવતીને આ ષડ્યંત્રમાં સામેલ થવા કહ્યું હતું. યુવતીનું મોડેલિંગ ક્ષેત્ર સાથે જોડાણ હતું અને તે સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય હતી. તેને સોશિયલ મીડિયા મારફતે અમિત ખૂંટ સાથે સંબંધ બાંધવા ઉશ્કેરવામાં આવી અને પછી ગુના લગાવી રૂપિયા ઉઘરાવવાનો પ્લાન બનાવાયો હતો.
આ મામલે પોલીસે ત્રણેય શંકાસ્પદો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ વિગતવાર તપાસ ચાલી રહી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ હવે તપાસની દિશા સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે અને હની ટ્રેપ ષડ્યંત્ર તરીકે કેસને આગળ ધપાવવામાં આવી રહ્યો છે.