આરબીઆઇ (RBI)ની પેમેન્ટ વોલેટ કંપનીઓને આપવામાં આવેલી સમયસીમા 31 ઓગસ્ટે પૂર્ણ થવા જઇ રહી છે. જો તમારા પેમેન્ટ વોલેટનું પણ કેવાયસી (KYC) પૂર્ણ નથી થયુ તો દસ દિવસ બાદ આ બંધ થઇ જશે.
નવા ધોરણો હેઠળ, તમારે પાનકાર્ડ, આધાર નંબર જેવા દસ્તાવેજો અપલોડ કરવા પડશે અને પછી કંપનીના એજન્ટો જઈને સરનામું ચકાસી લેશે. વોલેટ કંપનીઓનું કહેવું છે કે ભૌતિક ખર્ચનાં કારણે તેમનો ખર્છો ઘણો વધી ગયો છે. પેટીએમ અને અન્ય વોલેટ કંપનીઓએ પણ આરબીઆઈને વિડીયો કેવાયસી મેળવવાનો વિકલ્પ આપવા વિનંતી કરી હતી, પરંતુ હજી સુધી કોઈ પહેલ થઈ નથી.