જમ્મુ-કાશ્મીરને 370ને લઈને મળેલા વિશેષ દરજ્જાને ખત્મ કર્યા બાદ દેશ આખામાં લોકો પોતપોતાની કોમેન્ટ પાસ કરી રહ્યા છે. એ જ હરોળમાં બોલીવૂડ સેલેબ્સ પણ પોત-પોતાનાં અભિપ્રાય આપી રહ્યાં છે. કંગના રનૌત, દિયા મિર્ઝા, ઝાયરા વસીમ, અનુપમ ખેર, રવીના ટંડન, પ્રભાસ, શાહરૂખ ખાન સહિતના ઘણા કલાકારોએ આ ઐતિહાસિક નિર્ણય માટે સરકારના વખાણ કર્યાં છે. આ વચ્ચે સોનમ કપૂરે પણ જમ્મૂ-કાશ્મીરની પરિસ્થિતિ પર પોતાનો અભિપ્રાય આપ્યો.
આ પહેલા લોકોએ ટ્રોલ કરતાં કેટલાક લોકોએ પાકિસ્તાન સાથે સંબંધ રાખવાનો દાવો કરીને સોનમની આલોચના કરી રહ્યા હતા. તેમને પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાને લઈને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક યુઝર્સે સોનમને પાકિસ્તાનમાં રહેવા માટે પણ કહ્યું હતું. તો કેટલાક લોકોએ કહ્યું હતું કે ‘તમે તમારા સ્ટારડમ અને પૈસાની ચિંતા કરો.’
પહેલાં સોમને કહ્યું હતું એનાથી હવે બધું વિરુદ્ધ કહ્યું છે. તેણે હવે એવું કહ્યું કે મને તો ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં જે પણ થઇ રહ્યું છે તેના વિશે મને હાલમાં વધારે માહિતી નથી. પહેલા તેનું કહેવું હતું કે, આપણે શાંત રહેવું સારૂ. પહેલાં શાંતિ રાખવાની વાત કરીને સોનમ ટ્રોલ થઈ હતી.
જોકે એક વેબસાઈટમાં આપેલા ઈન્ટરવ્યૂમાં સોનમે જમ્મૂ-કાશ્મીર મુદ્દા પર કહ્યું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે હાલમાં જે પણ થઇ રહ્યું છે તેના વિશે મને હાલમાં વધારે માહિતી નથી. કારણ કે મીડિયામાં ઘણા પ્રકારની વાતો થઈ રહી છે. તેથી મને લાગે છે કે જ્યારે મારી પાસે સંપૂર્ણ માહિતી હશે, ત્યારે જ હું મારા અભિપ્રાય આપી શકીશ. સોનમે જણાવ્યું કે, કેવી રીતે તેમના માતા-પિતા કાશ્મીર ગયા અને ત્યાં મારૂ નામ રાખવાનો નિર્ણય લીધો. સોનમે કહ્યું કે, ‘હું અડધી સિંધી અને અડધી પેશાવરી છું, આ મારી સંસ્કૃતિનો એક ભાગ છે, જેથી તેને હું જોઈ શકતી નથી.’