Baglihar dam જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ, ભારતે બગલીહાર ડેમના દરવાજા ખોલ્યા
Baglihar dam જમ્મુ-કાશ્મીરમાં આવેલ રામબન જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે ચેનાબ નદીમાં પાણીનું સ્તર ખૂબ વધી ગયું છે. પાણીના વધતા ધસમસતા પ્રવાહને નિયંત્રિત કરવા માટે ભારતીય અધિકારીઓએ ગુરુવારે બગલીહાર હાઈડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ ડેમના બે દરવાજા ખોલવાના નિર્ણયો કર્યો. આ પગલું રામબનમાં વરસાદ બાદ સર્જાયેલ તાત્કાલિક પરિસ્થિતિનો સામનો કરવા માટે લેવામાં આવ્યું છે.
બગલીહાર ડેમ ચેનાબ નદી પર આવેલું છે અને તે જમ્મુ-કાશ્મીરમાં વીજ ઉત્પાદન માટે મહત્વપૂર્ણ હાઈડ્રો પ્રોજેક્ટ છે. 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન તરફ જતા તમામ ડેમના પ્રવાહોને તાત્કાલિક અસરથી રોકી દીધા હતા. હવે, તાત્કાલિક હાલતમાં વરસાદના કારણે ડેમ પર દબાણ વધતાં, તેના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા છે.
રામબનમાં ભયંકર વરસાદ અને વાદળ ફાટવાની ઘટના પણ નોંધાઈ છે. આથી વિસ્તૃત હિસ્સામાં ભૂસ્ખલન થયું છે અને તેની અસરથી નેશનલ હાઈવે-44 (NH-44) ગંભીર રીતે ખોરવાયો છે. રામબન જિલ્લાના ડેપ્યુટી કમિશનર બસીર-ઉલ-હક ચૌધરીના જણાવ્યા મુજબ, રાહત અને પુનઃસ્થાપન માટે પ્રશાસન તાત્કાલિક રીતે કાર્યરત છે. અધિકારીઓએ NHAI સાથે મળીને મુસાફરીને નિયંત્રિત કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે અને લોકોને સલાહ અપાઈ છે કે તેઓ મુસાફરી પહેલા ટ્રાફિકની સ્થિતિ જાણીને જ આગળ વધે.
#WATCH | Jammu and Kashmir: Two gates at the Baglihar Hydroelectric Power Project Dam built on the Chenab River in Ramban have been opened.
(Latest visuals from the spot; shot at 3 pm today) pic.twitter.com/g6oYhT1BHb
— ANI (@ANI) May 8, 2025
આ બધી સ્થિતિ વચ્ચે, ઓપરેશન સિંદૂર પણ આગળ વધી રહ્યું છે. ભારતે પહેલગામ હુમલાનો બદલો લેવા માટે જે મિશન શરૂ કર્યું હતું તે હજુ ચાલુ છે. 6-7 મેની રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરી અનેક માઠી તાકાતોને નાશ પામાડ્યા છે. ભારતની આ કાર્યવાહી પછી પાકિસ્તાને પણ જવાબી હિંસાના પ્રયાસો કર્યા છે, જેમાં ખાસ કરીને પૂંછ વિસ્તારમાં નિર્દોષ નાગરિકો ઘાયલ અને મૃત થયા હોવાની માહિતી છે.
આ સમગ્ર પરિસ્થિતિ ભારતીય પ્રશાસન માટે પડકારરૂપ છે, પરંતુ સુરક્ષા દળો અને સ્થાનિક વહીવટીતંત્ર બંને ભયજનક સ્થિતિઓને સંભાળવા માટે સતર્ક અને સક્રિય છે.