INX મીડિયા સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર મામલે આરોપી બનાવવામાં આવેલા પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમની આગોતરા જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. જેથી હવે તેમની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવી શકે છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ હાઈકોર્ટ પાસે 3 દિવસની મહોલત માંગી છે. આગોતરા જામીન ફગાવવામાં આવ્યા બાદ હવી ઈડી અને સીબીઆઈ ગમે ત્યારે ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે. જોકે હાઈકોર્ટે અરજી ફગાવવા ચિદમ્બરમે હવે સુપ્રીમ કોર્ટના દરખવાજા ખખડાવ્યા છે.
સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા મામલે ચિદમ્બરમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે ઈડીએ મનિ લોન્ડરિંગ મામલે ફરિયાદ દાખલ કરી હતી. જસ્ટિસ સુનીલ ગૌડેએ દરેક પક્ષની દલીલ સાંભળ્યા પછી ચિદમ્બરમના આગોતરા જામીન વિશે 25 જાન્યુઆરી નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો.
ચિદમ્બરમ પર આઈએનએક્સ મીડિયાને ફોરેન ઈન્વેસ્ટમેટ પ્રોમોશન બોર્ડ પાસેથી ગેરકાયદેસર રીતે મંજુરી આપવા માટે 305 કરોડ રૂપિયા લેવાનો આરોપ છે. આ કેસમાં અત્યાર સુધી ચિદમ્બરને કોર્ટે બે ડઝન વાર અંતરિમ પ્રોટેક્શન એટલે કે ધરપકડથી રાહત આપી છે. આ કીસ 2007નો છે જ્યારે ચિદમ્બરમ દેશના નાણાંમંત્રી હતા.
આ મામલે સીબીઆઈ અને ઈડી અગાઉ જ ચિદમ્બરમના દિકરા કાર્તિની ધરપકદ કરી ચુકી છે. હાલ તે પણ જામીન પર બહાર છે. આ કેસમાં રસપ્રદ વળાંક ત્યારે આવ્યો હતો જ્યારે ઈન્દ્રાણી મુખરજીની 4 જુલાઈએ સરકારી સાક્ષી બની ગઈ. 2017માં સીબીઆઈએ આ મામલે ફોરેન ઈન્વેસ્ટમેંટ પ્રોમોશન બોર્ડથી મંજૂરી મેળવવા મામલે કેસ નોંધ્યો હતો. જ્યારે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.