Share Market વેચવાલી વચ્ચે પણ આ શેરોએ વિદેશી રોકાણકારોને આકર્ષ્યા, હિસ્સો ભારે વધાર્યો
Share Market ભલે નાણાકીય વર્ષ 2025 દરમિયાન વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ ભારતીય શેરબજારમાં મોટા પાયે વેચવાલી કરી હોય, તેમ છતાં કેટલાક વિશિષ્ટ શેરોમાં તેમનો વિશ્વાસ યથાવત રહ્યો છે. NSE-500 ઇન્ડેક્સમાં આવતી કેટલીક કંપનીઓમાં FPI દ્વારા FY25 ના તમામ ક્વાર્ટરમાં હિસ્સો સતત વધારવામાં આવ્યો છે.
આ શેરોમાં 360 વન વેમ, JB કેમિકલ્સ એન્ડ ફાર્મા, કોરોમંડલ ઇન્ટરનેશનલ, નેશનલ એલ્યુમિનિયમ (NALCO), નવીન ફ્લોરિન, ગો ડિજિટ, કોનકોર્ડ બાયોટેક સહિતના નામો શામેલ છે. ખાસ કરીને સ્મોલકેપ અને મિડકેપ શેરોએ વિદેશી રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે.
ઉદાહરણરૂપ, 360 વન વેમમાં FPI હિસ્સો FY25 ના ચોથી ત્રિમાસિકમાં 33% સુધી પહોંચી ગયો છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં માત્ર 16.5% હતો. તેવી જ રીતે JB કેમિકલ્સમાં પણ FPI હિસ્સો 12.2% થી વધી 18.3% થયો છે. નાલ્કોમાં હિસ્સો 9% થી 15.8% સુધી પહોંચી ગયો છે.
FPI દ્વારા પસંદ કરવામાં આવેલા અન્ય મુખ્ય શેરો આ મુજબ છે:
360 One WAM
JB Chemicals & Pharma
Coromandel International
NALCO
Navin Fluorine
Go Digit
5 Star Finance
V-Mart
Concord Biotech
GE Vernova
Endurance Tech
Caplin Point
આ લિસ્ટ જણાવી આપે છે કે ચોક્કસ ક્ષેત્રમાં કાર્યરત કેટલીક મજબૂત કંપનીઓ વિદેશી રોકાણકારો માટે હજી પણ આકર્ષક પસંદગી છે, ભલે સમગ્ર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળતો હોય.