India Pakistan Drone Attack ભારત-પાકિસ્તાનમાં વધતી તણાવની સ્થિતિ
India Pakistan Drone Attack ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી તણાવભર્યું વાતાવરણ સર્જાયું છે. ઓપરેશન “સિંદૂર” અંતર્ગત ભારતીય સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરીને 90થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અભિયાન બાદ પાકિસ્તાનમાં ગભરાટની લાગણી ફેલાઈ છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે જાહેર રીતે ધમકી આપી કે ઓપરેશન દરમિયાન વહેલા લોહી માટે પાકિસ્તાન ભારતને જવાબ આપશે. આ પગલાંએ બંને દેશો વચ્ચે તણાવ વધાર્યો છે.
ભારતના વિવિધ શહેરો – જેમ કે શ્રીનગર, અમૃતસર, પઠાણકોટ, કપૂરથલા, લુધિયાણા, ચંદીગઢ વગેરેમાં – પાકિસ્તાની સેનાએ હવાઈ હુમલાનો પ્રયાસ કર્યો હતો, પણ ભારતીય સેનાએ દરેક પ્રયાસ નિષ્ફળ બનાવ્યા. S-400 સુદર્શન ચક્ર વાયુ સંરક્ષણ મિસાઇલ સિસ્ટમના ઉપયોગથી ભારતીય સેનાએ પાકિસ્તાનના 50થી વધુ ડ્રોનને નાશ કર્યા. પાકિસ્તાનની વાયુ સંરક્ષણ વ્યવસ્થા લગભગ નાબૂદ થઇ ગઈ છે.
VIDEO | Jammu and Kashmir: Multiple gates of Salal Dam on Chenab River in Reasi opened.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz)#IndiaPakistanTensions #OperationSindoor pic.twitter.com/nwSOAzGsQG
— Press Trust of India (@PTI_News) May 9, 2025
તણાવની આ ઘડીમાં, પીએમ મોદી અને નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત ડોભાલ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સીડીએસ અને ત્રિ-સેના વડાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી. આ દરમિયાન ગુપ્તચર માહિતી અનુસાર પાકિસ્તાની સેનાએ પશ્ચિમ સરહદે વધુ હુમલાના પ્રયાસો કર્યા અને LoC પર યુદ્ધવિરામના નિયમો તોડી નાંખ્યા. ભારતે આ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવતા પાકિસ્તાનને ઘડકાવ્યું.
વધુમાં, ભારતે ચિનાબ નદી પરના સલાલ ડેમના દરવાજા ખોલી દીધા છે, જેને કારણે પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થવાની સંભાવના છે. ભારતનું આ પગલું પણ આપત્તિરૂપ સંકેત માનવામાં આવી રહ્યું છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંને દેશો માટે સંયમ જળવાવું અત્યંત જરૂરી છે, નહિતર ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.