Operation Sindoor: ઓપરેશન સિંદૂર દરમિયાન મુસાફરી પહેલા જાણો એરલાઇન્સની અગત્યની સલાહ
ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અને “ઓપરેશન સિંદૂર”ના પરિપ્રેક્ષ્યમાં, નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો દ્વારા દેશમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે, 27 એરપોર્ટ પર સુરક્ષા કવાયત વધુ કરાઈ છે અને 10 મે સુધી કેટલાક એરપોર્ટ પર વિમાન વ્યવહાર પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં, મોટી એરલાઇન્સ જેમ કે એર ઇન્ડિયા, ઇન્ડિગો, સ્પાઇસજેટ અને અકાસા એરે મુસાફરો માટે મહત્વની સલાહો જાહેર કરી છે.
એર ઇન્ડિયાની સલાહ:
એર ઇન્ડિયાએ મુસાફરોને સલાહ આપી છે કે તેઓ તેમના નિર્ધારિત ઉડાન સમયથી ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા એરપોર્ટ પર પહોંચે. કંપનીએ જણાવ્યું છે કે સુરક્ષા તપાસની પ્રક્રિયા વધુ સમય લેતી હોવાથી સમયસર પહોંચવું જરૂરી છે. ઉપરાંત, ચેક-ઇન પ્રક્રિયા ફ્લાઈટ ડિપાર્ચર પહેલાં 75 મિનિટે બંધ થઈ જાય છે.
In these extraordinary times, heightened security measures are taken up across all airports. We request you to allow some extra time for your journey to accommodate security checks and formalities. We appreciate your understanding and cooperation.
— IndiGo (@IndiGo6E) May 8, 2025
ઇન્ડિગોનું નિવેદન:
ઇન્ડિગોએ તેના સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તમામ એરપોર્ટ પર સુરક્ષા વધુ કરી દેવામાં આવી છે. કંપનીએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ વધુ સમય પહેલા પહોંચીને સુરક્ષા પ્રક્રિયામાં સહયોગ આપે. “અમે તમારી સહયોગ અને સમજણની પ્રશંસા કરીએ છીએ,” એમ કંપનીએ જણાવ્યું.
#TravelUpdate: Due to enhanced security measures at all airports across India, we request you to reach the airport at least 3 hours prior to departure, to ensure a seamless check-in and boarding experience. Please ensure you carry valid government approved photo identification…
— Akasa Air (@AkasaAir) May 8, 2025
અકાસા એરની સૂચનાઓ:
અકાસા એરએ પણ સમાન સલાહ આપી છે. મુસાફરોને પ્રસ્થાનના ઓછામાં ઓછા 3 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવાની વિનંતી કરવામાં આવી છે. એરલાઇન્સે સ્પષ્ટ કર્યું છે કે એરપોર્ટ પ્રવેશ માટે માન્ય ઓળખપત્ર તથા ફોટો સાથે લઈ જવું ફરજિયાત છે. ઉપરાંત, માત્ર 7 કિલો વજન સુધીની એક હેન્ડ બેગની મંજૂરી રહેશે.
In view of an order by the Bureau of Civil Aviation Security on enhanced measures at airports, passengers across India are advised to arrive at their respective airports at least three hours prior to scheduled departure to ensure smooth check-in and boarding.…
— Air India (@airindia) May 8, 2025
સ્પાઇસજેટનું માર્ગદર્શન:
સ્પાઇસજેટે મુસાફરોને BCAS માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યા છે અને એરપોર્ટ પર સમયસર પહોંચીને બોર્ડિંગ અને સુરક્ષા પ્રક્રિયાને સરળ બનાવવાની સલાહ આપી છે.
જો તમે 10 મે પહેલા મુસાફરી કરવાનું યોજના બનાવી રહ્યા છો, તો તમારી ફ્લાઇટ પહેલાં દરેક એરલાઇન્સની નવીનતમ સલાહ અને માર્ગદર્શિકા ચોક્કસ તપાસો. વધતી સુરક્ષા વચ્ચે સમયસર એરપોર્ટ પહોંચવું અને જરૂરી દસ્તાવેજો સાથે હોવું અનિવાર્ય છે.