Varieties of basmati: ખેડૂતો માટે વરદાનરૂપ ઓછા પાણીમાં વધુ ઉપજ આપતી બાસમતીની 5 ઉત્તમ જાતો
Varieties of basmati: મે મહિનાની શરૂઆત સાથે જ ખેડૂતો ડાંગરના રોપાની તૈયારીમાં લાગી જાય છે. ડાંગરના પાકને મોટાપાયે પાણીની જરૂરિયાત હોય છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે વધુ ખર્ચો કરવો પડે છે અને આર્થિક બોજ વધે છે. ખાસ કરીને દુષ્કાળગ્રસ્ત કે ઓછા પાણીવાળા વિસ્તારોમાં ખેતી કરનારા ખેડૂતો માટે ડાંગર ઉગાડવું મોટો પડકાર બને છે.
આવા ખેડૂતો માટે કૃષિ વૈજ્ઞાનિકોએ ઓછા પાણીમાં પણ વધુ ઉપજ આપતી કેટલીક બાસમતી જાતો વિકસાવી છે. આ જાતો માત્ર પાણીની બચત જ નહીં પણ રોગપ્રતિકારક ક્ષમતા અને ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન પણ આપે છે.
ચાલો જાણીએ બાસમતીની એવી 5 ઉત્તમ જાતો વિશે, જે ઓછા પાણીમાં પણ બમ્પર ઉપજ આપે છે:
1. પુસા બાસમતી–1121
આ જાત દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે ખૂબ જ અનુકૂળ છે. 140 થી 145 દિવસમાં પાકી જતી આ જાત લાંબા અને પાતળા દાણા ધરાવે છે. તેનો સ્વાદ અને સુગંધ પણ અત્યંત સારો હોય છે. પ્રતિ હેક્ટર 40 થી 45 ક્વિન્ટલ ઉપજ મળે છે.
2. પુસા બાસમતી–834
ભાજપીય કૃષિ સંશોધન સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલી આ જાત ઓછા પાણી અને ઓછી ફળદ્રુપ જમીન માટે પણ યોગ્ય છે. 125થી 130 દિવસમાં પાકી જાય છે અને સુકારા જેવી બિમારીઓ સામે પ્રતિકાર ક્ષમતા ધરાવે છે. 60થી 70 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ઉત્પાદન મળે છે.
3. પુસા બાસમતી–1509
આ ટૂંકા ગાળાની જાત 120 દિવસમાં તૈયાર થઈ જાય છે. ઓછી સિંચાઈમાં ઉગાડવી શક્ય હોય છે અને અન્ય જાતોની સરખામણીએ 33% પાણીની બચત થાય છે. સરેરાશ ઉત્પાદન 25 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે.
4. સ્વર્ણ સુખી
ઓછા પાણીમાં સારી ઊંચાઈ અને વધુ ઉપજ આપતી આ જાત રોગપ્રતિકારકતા માટે જાણીતી છે. 110થી 115 દિવસમાં પાકી જાય છે અને 40થી 45 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ઉપજ આપે છે.
5. સ્વર્ણ પૂર્વી ધાન–1
ICAR પટના દ્વારા વિકસાવાયેલી આ જાત દુષ્કાળપ્રતિકારક છે અને વહેલી વાવણી માટે અનુકૂળ છે. 115થી 120 દિવસમાં પાકી જાય છે અને 45થી 50 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ઉપજ આપે છે.
આ બધી જાતો એવા ખેડૂતો માટે આશાજનક વિકલ્પ છે, જેઓ ઓછા પાણીવાળા વિસ્તારોમાં પણ બાસમતીની ઊંચી ગુણવત્તાવાળી ઉપજ લેવા ઈચ્છે છે.