Raj Thackeray “અત્યારે ચર્ચાનો નહીં, પ્રાર્થનાનો સમય”
Raj Thackeray ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની પરિસ્થિતિમાં જ્યાં દેશના દરેક ખૂણે ચિંતાનું વાતાવરણ છે, ત્યાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ એક સંવેદનશીલ અને દેશભક્તિથી ભરેલું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે આ સમય ઇન્ટરવ્યુ કે ચર્ચાનો નહીં, પરંતુ દેશ માટે એકજ થવાનો અને જવાનો માટે પ્રાર્થના કરવાનો છે.
શનિવાર, 10 મે, 2025ના રોજ રાજ ઠાકરેએ પુણેમાં એક ન્યૂઝ ચેનલ સાથે વિશિષ્ટ ઈન્ટરવ્યુ આપવાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો. પરંતુ સરહદે ચાલી રહેલા તણાવ અને લશ્કરી ઘટનાક્રમોને ધ્યાનમાં રાખીને, તેમણે પોતાના ઇન્ટરવ્યુને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો.
દેશભક્તિની નમૂનીરૂપ ભાષા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરી, રાજ ઠાકરેએ કહ્યું, “જ્યારે દેશની સરહદે સંકટપૂર્ણ પરિસ્થિતિ હોય, ત્યારે મને લાગ્યું કે કોઈ પણ પ્રકારની મીડિયા ચર્ચા કે ઇન્ટરવ્યુ કરવાનો યોગ્ય સમય નથી.” તેમણે ઉમેર્યું કે તેમણે આ લાગણી ન્યૂઝ ચેનલના સંપાદકીય ટીમ સમક્ષ વ્યક્ત કરી હતી અને તેમણે પણ આ નિર્ણયનો સહર્ષ સ્વીકાર કર્યો.
“આ સમયે પ્રાર્થના અને એકતાની જરૂર”
રાજ ઠાકરેએ પોતાના સંદેશમાં દેશભક્તિના ભાવનાત્મક આહ્વાન સાથે કહ્યું, “હવે સમય છે કે આખો દેશ એક થાય અને આપણા જવાનો તથા સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે પ્રાર્થના કરે. બાકી બધું પછી ચર્ચાઈ શકે છે.”
આ નિવેદન માત્ર રાજકીય સંવેદનશીલતાનું પ્રતિબિંબ નથી, પણ એ પણ દર્શાવે છે કે ક્યારેએક નેતાએ પોતાના વ્યકિતગત પ્રમોશન કરતા દેશના હિતને અગત્ય આપવું જોઈએ.
સામાન્ય જનતામાં પ્રતિસાદ
રાજ ઠાકરેના આ વલણને સોશિયલ મીડિયા પર પણ ખૂબ વખાણ મળ્યો છે. ઘણા યુઝર્સે લખ્યું કે “આ છે સાચી દેશભક્તિ” અને “રાજકારણથી ઊપર ઉઠીને સમાજ માટે વિચારવાનો ઉદાહરણ.”