Gambhira Bridge Construction: નવા ગંભીરા પુલ માટે મુખ્યમંત્રીએ આપી વહીવટી મંજૂરી

Arati Parmar
2 Min Read

Gambhira Bridge Construction: ₹212 કરોડના ખર્ચે બનશે નવો હાઈલેવલ પુલ, 18 મહિનામાં કામ પૂર્ણ કરવાની તૈયારીઓ

Gambhira Bridge Construction: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરા પુલ દુર્ઘટનાના માત્ર પાંચમાં દિવસે ઝડપી નિર્ણય લેતાં મુજપુર પાસે નવો ટુ લેન હાઈલેવલ પુલ બનાવવા માટે રૂ. 212 કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે. માર્ગ અને મકાન વિભાગને તેની વહીવટી મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

પાદરા અને આંકલાવ વચ્ચે નવા પુલથી આવશે રાહત

નવો પુલ પાદરા અને આંકલાવને સાંકળશે, જેના કારણે પાદરાવાસીઓ, આસપાસના ખેડૂતો, તેમજ વિદ્યાર્થીઓને મોટી સહાય મળશે. જૂનો પુલ તૂટી જતા જે અવરજવર અટકી હતી તેને પુનઃસંચાલિત કરવાનું લક્ષ્ય છે.

Gambhira Bridge Construction

તાત્કાલિક સર્વે બાદ તૈયાર થયો ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ

દુર્ઘટના પછી માર્ગ અને મકાન વિભાગે ત્વરિત કામગીરી શરૂ કરી તાજેતરમાં સર્વે હાથ ધરી ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેના આધારે મુખ્યમંત્રીએ પુલ માટે મંજૂરી આપી છે.

એપ્રોચ રોડને પણ મળશે નવી રચના

મુજપુર ખાતે જે હાલનો એપ્રોચ રોડ છે તે હાલ ટુ લેન છે, પરંતુ તેને ફોર લેન કરવામાં આવશે. લગભગ 4.2 કિલોમીટર રસ્તો 7 મીટર પહોળો બનાવાશે જેથી ટ્રાફિક સરળ બને.

Gambhira Bridge Construction

18 મહિનામાં પૂર્ણ થવાનો લક્ષ્યાંક

મુખ્યમંત્રીએ સ્વીકૃત કર્યો તેનુ સમગ્ર કામ 18 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને કાર્ય તત્કાલ શરૂ થશે.

નવો પુલ લાવશે વાહનવ્યવહારમાં સરળતા અને રોજગારી

ગંભીરા પુલ તૂટી જતા સ્થાનિક લોકો માટે મોટો ફફડાટ સર્જાયો હતો. નવી મંજૂરીથી ફરી એકવાર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે વાહન વ્યવહાર અને અર્થતંત્ર સામાન્ય થવા તરફ આગળ વધશે. સાથે સાથે બાંધકામકાળ દરમ્યાન અનેક લોકો માટે રોજગારીના નવા દરવાજા પણ ખુલશે.

Gambhira Bridge Construction હવે માત્ર યોજના નહીં રહી — પણ હકીકતમાં જલદી જ સાકાર થવાની છે. મુખ્યમંત્રીએ ઝડપી નિર્ણય લેતાં સ્થાનિકો માટે આશા જન્માવી છે કે તેઓ ફરીથી સુરક્ષિત અવરજવર કરી શકશે અને વિસ્તારનું આધુનિકીકરણ વધુ વેગથી આગળ વધશે.

Share This Article