India-Pak Tensions : એલર્ટ: જામનગરમાં એર સાયરન વાગ્યા બાદ કલેક્ટરનો સંદેશ – “જાગૃત રહો, સુરક્ષિત રહો”
India-Pak Tensions : જામનગર જિલ્લાની સ્થિતિને લઈને વહીવટી તંત્ર તત્પર બન્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવની પૃષ્ઠભૂમિમાં, જામનગર જિલ્લામાં એરફોર્સ દ્વારા ચેતવણી આપવામાં આવતા આજે બપોરે ટાઉન હોલ વિસ્તારમાં વોર્નિંગ સાયરન વગાડવામાં આવ્યો હતો. તેને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટરએ લોકોને આશ્વાસન આપતાં કહ્યું કે, ભયભીત થવાની કોઈ જરૂર નથી. સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક છે અને દરેક સંભવિત પરિસ્થિતિ માટે પૂરતી તૈયારી સાથે કાર્યરત છે. કલેક્ટરએ આગ્રહપૂર્વક જણાવ્યું કે નાગરિકોએ અફવાઓથી દૂર રહેવું જોઈએ અને માત્ર સરકારી સૂચનાઓ પર જ આધાર રાખવો જોઈએ.
સામાન્ય જનતાને જાહેર સ્થળોએ ન જવા, ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. વેપારીઓ અને દુકાનદારોને પણ આજના દિવસે પોતાનું ધંધા-રોજગાર બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની ગભરાટ કે ભ્રમ ફેલાવવો નહી, એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
અગાઉથી જ રિલાયન્સની ઓઇલ રિફાઇનરીને હાઇ એલર્ટ પર મૂકવામાં આવી છે અને તેની સુરક્ષા વધારવામાં આવી છે, કારણ કે આ સંસ્થાઓ રાષ્ટ્રીય સ્તરની વ્યૂહરચનાત્મક સંપત્તિ છે. દરેક મથક પર સુરક્ષા વધારવામાં આવી છે અને તમામ વિભાગો સતત સંવાદ અને સમન્વયમાં કાર્ય કરી રહ્યા છે.
નાગરિકોની ભમિકા પણ મહત્વપૂર્ણ છે – શાંતિ જાળવો, ચોકસાઈ રાખો અને સરકારની સૂચનાઓનું પાલન કરો.