Mehbooba Mufti યુદ્ધવિરામ પર મહેબૂબા મુફ્તીની પ્રતિક્રિયા: “કાશ્મીરીઓ માટે રાહતનો શ્વાસ”
Mehbooba Mufti ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં યોજાયેલા યુદ્ધવિરામ સંમતિ પર પીડીપી અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય કાશ્મીરના લોકો માટે અત્યંત રાહતદાયક છે, જે અનેક દિવસોથી સતત સરહદ પર ગોળીબારના ભોગ બની રહ્યા હતા.
મહેબૂબા મુફ્તીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા દાવાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે સહમતિ અંગે માહિતી આપી હતી. મહેબૂબાએ કહ્યું કે ટ્રમ્પના હસ્તક્ષેપથી જે તાત્કાલિક યુદ્ધવિરામ લાગુ થયો છે તે સંપૂર્ણપણે સ્વાગતયોગ્ય પગલું છે.
તેમણે ઉમેર્યું કે, “હું આશા રાખું છું કે ભારત અને પાકિસ્તાન બંને હવે કાયમી શાંતિ સ્થાપવા દિશામાં ગંભીરતાથી કાર્ય કરશે અને કાશ્મીરી જનતાને હિંસાની ભયમુક્ત અને સથળ જીવનશૈલી આપવા માટે પ્રયત્નશીલ રહેશે.”