Gujarat: ગુજરાતના જેલ કેદીઓની ઝળહળતી સિદ્ધિ : ધોરણ 10મા 68 ટકા પરિણામ, સુરતની લાજપોર સેન્ટર જેલમાં SSC માં 100 ટકા અને ઘો 12માં 84 ટકા પરિણામ
ગુજરાતની વિવિધ જેલોમાં અલગ અલગ ગુન્હાેમાં પકડાયેલ જેલ કેદીઓ જેલમાં રહી, ગુન્હા ખોરીમાં MBA કરવાને બદલે, જીવનનો કિમતી સમય વેડફી ન નાખે તે માટે રાજ્યિના જેલોના વડા ડો. કે. એલ. એન રાવ ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવાનાં આવે છે. તેમના આ પ્રયાસોમાં જાણીતા શિક્ષણવિદ અને ડીન ડો.ઇન્દુ રાવનો પણ ભરપૂર સહયોગ મળતા ધોરણ ૧૦, ૧૨ બોર્ડમાં જેલ કેદીઓ ઉત્સાાહભેર પરીક્ષા આપી ખૂબ સારા પરિણામ મેળવેલ છે. આવી સિદ્ધિ બદલ ડૉ.રાવ દંપતી, જેલ ig અશ્વિન ચૌહાણ સહિત જેલ સુપ્રિ. નિધિ ઠાકુર, રાજકોટ જેલ સુપ્રિ રાઘવેન્દ્રા જૈન, સુરતના જે એન દેસાઈ સહીત જેલ સુપ્રિ. દ્વારા અભિનંદન આપવામાં પાઠવવામાં આવ્યા હતા
#WATCH | Surat, Gujarat: Prisoners serving life sentence in Surat's Lajpore central jail passed Gujarat Board examination from jail. pic.twitter.com/Ag58muk2lX
— ANI (@ANI) May 10, 2024
ગુજરાતની રાજયભરની જેલો ખાતેથી ધોરણ-10માં કુલ-56 વિદ્યાર્થી બંદિવાનોએ પરીક્ષા આપેલ હતી. તેમાંથી કુલ-38 વિદ્યાર્થી બંદિવાનો પાસ થયા છે.બંદિવાનોએ આપેલ પરીક્ષામાં ધોરણ-10નું 68% પરિણામ આવ્યું છે. સુરત લાજપોર સેન્ટર જેલ વાત કરીએ ઘો 10 માં 15 વિઘાથી હતા તમામ પાસ થાય હતા એટલે 100 ટકા પરિણામ આવ્યું, જયારે ઘો 12માં 6 વિદ્યાર્થી પરીક્ષા આપી હતી જેમાં 5 વિઘાથી પાસ થયા હતા
એક વિદ્યાર્થી નાપાસ થયો 84 ટકા પરિણામ આવ્યું હતું ઉલ્લેખયનીય બાબત એ હતી શિક્ષક તરીકે જેમની નિમણૂંક થઇ હતી તેમની બદલી થઇ હતી જેમાં ખુદ જેલ સુપ્રિ જે એન દેસાઈ ખુબ મેહનત કરી હતી જેમાં એક બંદીવાન યુવકોએ તમામ વિદ્યાર્થીઓની શિક્ષણની જવાબદારી ઉપાડી હતી. જેએન દેસાઈનાં નેતુત્વમાં તમામ વિઘાર્થી સારી મેહનત કરી હતી કહેવાય છે ને કે ભણવાની કોઈ ઉમર કે બધા કંઈ ગુનેગાર નથી હોતા જેટલો અભ્યાસ કરે એટલું વધુ સારુ.
રાજયભરની જેલો ખાતેથી ધોરણ-૧૨માં કુલ-૨૯ વિદ્યાર્થી બંદિવાનોએ પરીક્ષા આપેલ હતી તેમાંથી કુલ-૧૬ વિદ્યાર્થી બંદિવાનો પાસ થયેલ છે.
બંદિવાનોએ આપેલ પરીક્ષામાં ધોરણ-૧૨નું ૫૫% પરિણામ આવ્યું છે.