Gardening Tips: ઘરે બાગકામ કરતા પહેલા અવશ્ય જાણો આ 6 ભૂલો વિશે, નહિતર છોડ ટકશે નહીં
Gardening Tips: આજકાલ ઘણા લોકો ઘરમાં બાગકામ તરફ વળી રહ્યા છે. લીલોતરી માત્ર ઘરના સૌંદર્યમાં વધારો કરતી નથી, પણ હવામાં તાજગી લાવીને સ્વાસ્થ્યને પણ લાભ આપે છે. સાથે જ બાગકામ માનસિક શાંતિ માટે પણ ઉપયોગી માનવામાં આવે છે. પણ જો થોડી ખાસ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો છોડ લાંબા સમય સુધી ટકી શકતા નથી. અહીં એવી જ કેટલીક સામાન્ય ભૂલો વિશે માહિતી આપી છે જેને ટાળી શકાય તો તમારા છોડ પણ હમેશા લીલા-છમછમતા રહી શકે.
1. વધુ પાણી આપવું નહીં
ઘણાં લોકો દરરોજ છોડને પાણી આપતા રહે છે, પણ બધાં છોડને દરરોજ પાણીની જરૂર હોતી નથી. જમીન સૂકી લાગે ત્યારે જ પાણી આપવું. વધુ પાણી દેવાથી મૂળ સડી શકે છે અને છોડ નષ્ટ થાય છે.
2. યોગ્ય માટીનું મિશ્રણ નહીં હોવું
દરેક છોડ માટે માટીનો પ્રકાર જુદો હોય છે. સામાન્ય રીતે બગીચાની માટી, લીમડાનો ખોળ, નારિયેળના છાલ અને વર્મીકમ્પોસ્ટ મિક્સ કરી સારી માટી તૈયાર કરી શકાય છે. જરૂર હોય તો નિષ્ણાતની સલાહ લો.
3. વધુ ખાતર નાખવું
ઘણા લોકો ઝડપથી પરિણામ જોવા ખાતરનું વધુ પ્રમાણ આપે છે, જે મૂળને નુકસાન કરે છે. ખાતરમાં સંયમ રાખો અને નક્કી સમયગાળાએ જ ખાતર આપો.
4. જીવાતોનું નિયંત્રણ ન કરવું
છોડમાં થતા જીવાત અને એફિડના હુમલાથી પાંદડા સુકાઈ શકે છે. દર બે મહિનાએ લીમડાના તેલ અને પાણીનું છંટકાવ કરો જેથી છોડ સુરક્ષિત રહે.
5. ઋતુ મુજબ બીજ ન વાવવું
દરેક છોડને વધવા માટે યોગ્ય ઋતુની જરૂર હોય છે. જે પણ છોડ વાવવાનું વિચારો, એ પહેલા તપાસો કે તે ઋતુ માટે યોગ્ય છે કે નહીં.
6. ધીરજ ન રાખવી
કેટલાંક લોકો તરત પરિણામની અપેક્ષા રાખે છે અને કોઈ ફેરફાર ન જોવા મળે તો છોડ બદલતા રહે છે. બાગકામમાં ધીરજ અને નિયમિત ધ્યાન જરૂરી છે.
તમારે પણ જો તમારા ઘરઆંગણને લીલુછમ રાખવું હોય અને છોડને લાંબા સમય સુધી ટકાવા હોય તો આ ભૂલોને ટાળો અને બાગકામમાં આનંદ માણો.