ડ્રામા ક્વીન રાકી સાવંતના લગ્નને લઇને ફેન્સ હજુ પણ દ્વિધામાં છે. તેનું કારણ રાખી સાવંતના પતિનું મીડિયાની સામે ન આવવું છે. લગ્નની ખબરો વચ્ચે રાખી સાવંતે હવે નવા ધતિંગા શરૂ કર્યા છે.રાખી સાવંતનું કહેવું ચે કે તે એકલી લંડન હનીમૂન પર જઇ રહી છે. રાખીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને જણાવ્યું કે તે એકલી હનીમૂન પર જશે.
વીડિયોમાં રાખી કહી રહી છે કે, હું ખૂબ જ ખુશ છું કે હું આગામી અઠવાડિયે લંડન, બર્મિંઘમ અને ખબર નહી ક્યાં-ક્યાં જઇ રહી છુ. હું હનીમૂન માટે જઇ રહી છું. પરંતુ આ વખતે હું એકલી જઇ રહી છું.રાખીએ જણાવ્યું કે, કારણ કે મે કંગના રનૌતની ફિલ્મ ક્વીન જોઇ હતી. તેમાં કંગના રનૌત એકલી હનીમૂન પર ગઇ હતી. તેથી હું પણ એકલી હનીમૂન પર જઇ રહી છું. ખૂબ જ મજા આવશે. હું ખૂબ જ ફરીશ ત્યાં.
જો કે રાખીના એકલા હનીમૂન પર જવા પાછળનું કારણ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કદાચ રાખી અને તેના પતિ વચ્ચે ઝગડો થઇ ગયો છે તેથી તેણે એકલા જ હનીમૂન પર જવાનો નિર્ણય લીધો છે.કોંટ્રોવર્સી ક્વીન રાખી સાવંત હંમેશા કઈને કઈ એવુ કરે છે કે જેનાથી ચર્ચામાં આવી જાય છે. અત્યારે તેના બાથરૂમની આ ફોટોસ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. રાખીએ આ ફોટોસ સાથે જે કેપ્શન લખ્યું તેનાથી એ વાત ક્લીયર થાય છે કે કોની સાથે હતી.
રાખીએ કેપ્શનમાં લખ્યું કે Having fun with my love, getting crazy તેનાથી એવુ લાગી રહ્યું છે કે રાખી પોતાના પતિ રિતેશ સાથે વાત કરી રહી છે. તેનો અર્થ એવો થાય છે કે રિતેશ ભારત આવેલો છે. કારણ કે રાખીએ થોડા દિવસ પહેલા કહ્યું હતુ કે રીતેશ લગ્ન પછી રિતેશ વિદેશ જતા રહ્યાં છે.હવે રિતેશ પાછા આવ્યા છે તો રાખી ખુબ જ ખુશ નજરે આવી રહી છે. તે બાથટબમાં ફોમ સાથે અલગ અલગ સ્ટાઈલમાં પોઝ કરતી નજરે આવી રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ રાખીના ખુબ જ વખાણ કરી રહ્યાં છે.
વખાણ કરનારમાં કેટલાંક એવા લોકો પણ છે જેને અત્યારે પણ રાખીના લગ્ન પર વિશ્વાસ નથી થયો. આબિદ નામના યૂઝરે લખ્યું કે તેના કોઈ લગ્ન નથી થયા. તે બધાને મુર્ખ બનાવી રહી છે. એક બીજાએ લખ્યું ક્યાં છે તારો લવ, ફોટોમાં તો દેખાતો નથી. બાથટબ તારો લવ છે કે શું?જણાવી દઈએ કે રાખી હાલમાં જ કોઈ NRI સાથે લગ્ન કર્યાં છે. આ લગ્ન છુપી રીતે થયા હતા. અતેયાર સુધી કોઈએ પણ રાખીના પતિનો ચહેરો જોયો નથી.