Border blackout Rajasthan: યુદ્ધવિરામ બાદ પણ દુશ્મનની હલચલ, રાજસ્થાનના શહેરોમાં ફરી બ્લેકઆઉટ અને વિસ્ફોટ
Border blackout Rajasthan: રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં ફરી એકવાર તંગ પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને બાડમેરમાં રાત્રિના બ્લેકઆઉટ દરમિયાન આકાશમાં શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા. રવિવારના રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સમગ્ર બાડમેર અંધારપટમાંછે.. ત્યારે લોકોએ આ ડ્રોનની ગતિવિધિ નોંધેલી. જિલ્લાના વહીવટીતંત્રે તાત્કાલિક લોકોએ ઘરમાં રહેવાની અને બહાર પ્રકાશ ન પાડવાની સુચના આપી હતી.
જેસલમેર, બિકાનેર અને શ્રીગંગાનગરમાં પણ એકસરખા સાવચેતીના પગલાં લેવાયા છે. સાંજે વહેલા બજારો બંધ કરાવાયા અને સવાર સુધી બ્લેકઆઉટ જાહેર કરાયો. જોધપુરમાં પણ શાળાઓ અને કોલેજો સોમવારે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે, જોકે અહીં બ્લેકઆઉટ નહીં હોય. હનુમાનગઢમાં પણ પહેલો આદેશ પાછો ખેંચી લેવાયો છે, પણ રેડ એલર્ટની સ્થિતિમાં તાત્કાલિક પગલાં લેવાશે.
રાત્રિના સમયે સતત વિસ્ફોટોની પણ માહિતી મળી છે. જેસલમેરમાં હેન્ડ ગ્રેનેડ અને જૂના કારતૂસ મળ્યા, જ્યારે બાડમેરના ભૂર્તિયા ગામમાં આકાશમાંથી પડેલી શંકાસ્પદ વસ્તુથી મોટો વિસ્ફોટ થયો. ભારતીય સેનાએ જેસલમેરના ખેતરમાં મળી આવેલી એક મિસાઇલને પણ નિષ્ફળ બનાવી દીધી હતી.
પોલીસે શહેરોમાં તાત્કાલિક કાર્યવાહી કરીને લાઇટો બંધ કરાવી અને લોકોના વાહનોની હેડલાઈટ પણ બંધ કરાવી. લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જો કે રવિવારની સવારથી સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બનતી જોવા મળી છે – બજારો ખુલ્યા અને લોકોની અવરજવર વધતી જોવા મળી.
આ બધાની વચ્ચે, સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ પશ્ચિમી સરહદની મુલાકાત લઈ સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી છે. તેમણે કમાન્ડરોને સમયોચિત પ્રતિસાદ આપવા સંપૂર્ણ અધિકાર આપ્યા છે.
આ વિસ્ફોટક અને શંકાસ્પદ ઘટનાઓ વચ્ચે લોકોની સલામતી માટે સંસ્થાઓ સતત સજ્જ છે. લોકો પાસેથી પણ અપેક્ષા છે કે તેઓ સાવચેતી રાખે અને કોઇપણ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તરત પોલીસને જાણ કરે.