Mangal Gochar મંગળનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ: આ 5 રાશિઓ માટે સફળતાની નવી શરૂઆત
Mangal Gochar 12 મે, 2025ના રોજ સવારે 8:55 વાગ્યે મંગળ ગ્રહે કર્ક રાશિમાં આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. આ પરિવર્તન અનેક રાશિઓ માટે મોટો ફાયદો લાવનાર બનશે. આશ્લેષા નક્ષત્ર તેની ઊંડી ઉર્જા અને આંતરિક પરિવર્તન માટે જાણીતું છે. મંગળ જે ઉર્જા, હિંમત અને કાર્યની દિશા આપે છે, તે આ નક્ષત્રમાં પ્રવેશ કરી 5 રાશિના લોકો માટે સફળતાનો દોર શરૂ કરશે.
આ રાશિઓને મળશે ખાસ લાભ:
મેષ રાશિ:
મંગળ ચોથા ઘરમાં ગોચર કરશે, જેના કારણે ઘર-મિલકત સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. પરિવારની સાથે સંબંધો મજબૂત બનશે અને નવી મિલકત ખરીદવાની શક્યતાઓ વધશે.
કર્ક રાશિ:
મંગળ તમારા પ્રથમ ઘરમાં પ્રવેશ કરશે, જે આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વમાં વધારો લાવશે. તમારા લક્ષ્યો તરફ આગળ વધવા માટે આ યોગ્ય સમય છે. કારકિર્દી અને અંગત જીવનમાં નવી શરૂઆત શક્ય છે.
વૃશ્ચિક રાશિ:
નવમા ઘરમાં મંગળનો ગોચર ભાગ્યવૃદ્ધિ, આધ્યાત્મિક ઉન્નતિ અને ઉચ્ચ શિક્ષણ માટે અનુકૂળ રહેશે. નવું શીખવા અને પ્રવાસની તકો મળશે.
ધન રાશિ:
આઠમું ઘર રહસ્ય અને પરિવર્તનનું છે. મંગળના અસરથી ધનુ રાશિના જાતકો અણપેક્ષિત લાભ, ઇન્વેસ્ટમેન્ટ અને આંતરિક પરિવર્તનનો અનુભવ કરશે.
મીન રાશિ:
પાંચમું ઘર પ્રેમ, બાળકો અને સર્જનાત્મકતાનું છે. મીન રાશિના લોકોને પ્રેમજીવનમાં નવી તાજગી અને સર્જનાત્મક કાર્યોમાં સફળતા મળશે.