Breaking ઓપરેશન સિંદૂર: ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
Breaking ઓપરેશન સિંદૂરને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પાર્ટીના પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર એ માત્ર સૈન્ય કામગીરી નહોતું, પણ ભારતની સજ્જતા અને તાકાતનો જીવંત દાખલો હતો. તેમણે દાવો કર્યો કે ભારતે આ ઓપરેશન દ્વારા સમગ્ર વિશ્વને સંદેશો આપી દીધો છે કે દેશની સુરક્ષા સાથે ખિલવાડ કરનારા દુશ્મનોને એક ક્ષણ પણ જીવવા નહીં દેવામાં આવે.
સંબિત પાત્રાએ કહ્યું, “આ ઓપરેશન માત્ર પાકિસ્તાન નહીં, પણ આતંકવાદને પોષણ આપતી દરેક તાકાત માટે ચેતવણીરૂપ છે. ભારત હવે પહેલ કરવાનું બંધ કર્યું છે, હવે જવાબ આપવો શીખી ગયું છે.”
પત્રકાર પરિષદ દરમિયાન એમ પણ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ માળખાઓને નિશાન બનાવીને નષ્ટ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના કેટલાક ઉગ્રપંથી મૌલાનાઓના હથિયાર ડિપો અને ઠેકાણા નાશ પામ્યા છે. ભાજપના નેતા કહે છે કે આ પ્રકારની કામગીરીથી ભારતની આંતરિક સુરક્ષા વધુ મજબૂત બનશે.