Surat સુરતના પાલમાં અષ્ટવિનાયક હોમ્સની ફાઈલને કરાઈ રિફર બેક,નીતિ-નિયમો નેવે મૂકાતા SEACએ પ્રોજેક્ટમાં શોધ્યા અનેક છીંડા, બિલ્ડરની ચૂપકીદી
Surat સુરતના પાલ વિસ્તારમાં ચાલી રહેલા તોતીંગ ટાવરના બાંધકામમાં પર્યાવરણની મંજુરીના નિયમોનાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું બહાર આવી રહ્યું છે. એન્વાયરમેન્ટનું ક્લિયરન્સ લીધા વિના કન્સ્ટ્રક્શન કરી દેવામાં આવતા નીતિ-નિયમોના અમલીકરણ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
વિગતો મુજબ ટીપી સ્કીમ નંબર-10, પાલ ખાતે આવેલા ફાઈનલ પ્લોટ-111, બ્લોક નંબર-2028માં આ અષ્ટવિનાયક રેસિડેન્સિયલ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ બિલ્ડીંગના બિલ્ડર-ડેવલોપર-નિકુલ જસાણી છે અને અલ્ટ્રીયા ડેવલોપર્સ એલએલપી તરીકે રેરામા રજિસ્ટર્ડ કરવામાં આવ્યું છે. આર્કિટેક્ટ તરીકે દક્ષેસ પંચોલી અને સ્ટ્રકચરલ ડિઝાઈન એસ એન્ડ વી એન્જિનિયર દ્વારા તૈયાર કરવામાં આવી છે.જ્યારે 2-1-2024મા સુરત મહાનગરાપાલિકાનાં શહેર વિકાસ ખાતા દ્વાર મંજુરી આપવામાં આવેલી છે. હાલ બિલ્ડીંગ્સના ટાવરોનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અષ્ટવિનાયક હોમ્સના નિર્માણાધીન બાંધકામને લઈ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવાની બાબતને સિયા કમિટી માંથી રીફર બેક કરવામાં આવી છે. હવે મહત્વનો સવાલ ઉભો થાય છે કે સિયા કમિટીએ સમગ્ર પ્રોજેક્ટની ફાઈલને રીફર બેક કરી છે તો આ અષ્ટવિનાયક હોમ કન્સ્ટ્રક્શન પર કેટલા ટકા પેનલ્ટી એન્વાયરમેન્ટ દ્વારા મારવામાં આવે છે, તે જોવાનું રહે છે.
સામાન્ય રીતે કન્સ્ટ્રક્શનની 50% પેનલ્ટીની જોગવાઈ છે તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ પ્રકરણમાં દાખલારુપ પેનલ્ટી ફટકારી કાર્યવાહી કરશે તે અંગે રાહ જોવાની રહે છે. વિગત જોતા 20000 સ્ક્વેર મીટરથી વધારાનું બાંધકામ જેમાં પોલીસી વાયોલન્સ થયું હોવાનું ધ્યાને આવ્યું છે, પરંતુ જે પ્રકારે પર્યાવરણના નિયમોને ઉવેખીને નિર્માણ શરુ કરી દેવામાં આવ્યું છે તે જોતાં જીપીસીબીના તંત્ર સામે પણ ચોક્કસપણે શંકા તોય તાકવામાં આવી રહી છે.
બિલ્ડરે G+13 માળની બાંયધરી
વિગતો મુજબ 13-12-2024 ના રોજ યોજાયેલી SEAC બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વિસ્તરણ માટે કેટલીક ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણ આ કચેરીને 8-1-2025ના રોજ મળી હતી. ઓથોરિટીએ SEAC ની ભલામણની સમીક્ષા કરી અને નોંધ્યું કે SEAC ભલામણમાં જણાવ્યા મુજબ બાંધકામ કાર્ય શરૂ થયું નથી.
ઓથોરિટીએ પ્રોજેક્ટની નોંધ લીધી આ ઉપરાંત એન્ટિટીએ 20.9.2023 ના રોજ EC અરજીને અરજી કરી હતી, ત્યારબાદ બિલ્ડરે 2023ની શરૂઆતમાં ECમાં શરણાગતિ અરજી પણ કરી હતી આ બાબતની સૌપ્રથમ ચર્ચા 15.5.2025 ના રોજ યોજાયેલી SEIAA ની બેઠકમાં કરવામાં આવી હતી, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે 31-1-2023 ના રોજ આપવામાં આવેલી હાલના EC ને છોડી દેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી, તેથી નવા EC માટે નવી અરજી પર વિચાર કરી શકાતો નથી, અને તેને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બિલ્ડરે G પ્લસ 21 માળનું બાંધકામ શરૂ કર્યું
માહિતી મુજબ SEAC દ્વારા આપવામાં આવેલા પ્રોજેક્માં એવો ઉલ્લેખ છે કે બિલ્ડર દ્વારા G+9 માળનું બાંધકામ કરવામાં આવ્યું છે, જે બે ઇમારતો માટે પૂર્ણ થયું છે, અને તેણે બાંયધરી આપી છે કે બિલ્ડરે G+13 માળથી વધુ બાંધકામ કરશે નહીં, જ્યાં સુધી EC સુધારો મંજૂર ન થાય. જોકે, એવું જોવા મળ્યું છે કે SEAC એ તેની ચર્ચામાં નોંધ્યું છે કે સુરત કોર્પોરેશન તરફથી રજા ચિઠ્ઠી મળ્યાના છ મહિના પછી બિલ્ડરે G પ્લસ 21 માળનું બાંધકામ શરૂ કર્યું, જ્યાં બિલ્ડરે 31.1.2023 ના રોજ મંજૂર કરાયેલા EC મુજબ 24426.19 ચો.મી.ના મંજૂર બિલ્ટ-અપ વિસ્તારનો 37.87% બિલ્ટ-અપમા નિર્માણકાર્ય કર્યું છે. ત્યારબાદ બિલ્ડરે કહ્યું કે ઇમારતના કાર્યક્ષેત્રમાં ફેરફારને કારણે વિસ્તરણ અને સુધારા માટે અરજી કરી હતી.
બિલ્ડરે ECનું કર્યું ઉલ્લંઘન
જાણવા મળ્યા મુજબ ત્યાર બાદ ઓથોરિટીએ એમ પણ અવલોકન કર્યું કે જો બિલ્ડરને 31.1.2023 ના રોજ 13 માળ માટે EC આપવામાં આવ્યો હતો અને તે 21 માળની ઊંચી ઇમારત બનાવવા માંગતો હતો, તો બિલ્ડરે ઓનલાઈન પોર્ટલ પર વિસ્તરણ માટે અરજી કરવી જોઈતી હતી. તેના બદલે બિલ્ડરે નવા EC માટે અરજી કરી અને હાલના EC ને છોડી દેવા માટે પણ અરજી કરી. જો આ પરિસ્થિતિ છે અને બિલ્ડરે સુધારેલા EC વિના 13 માળથી વધુ બાંધકામ ચાલુ રાખ્યું છે, તો તે સ્પષ્ટપણે ઉલ્લંઘનનો કેસ છે. જોકે, એવું જોવા મળ્યું છે કે બાંધકામ 12-6-2024 પછી કરવામાં આવ્યું હતું. જોકે, 13 માળની પરવાનગી મર્યાદાથી વધુનું કોઈપણ બાંધકામ, EC એક્સટેન્શન આપ્યા વિના, ECનું ઉલ્લંઘન છે.
મૂળ EC અરજીની શરણાગતિ હવે બિનજરૂરી જાહેર
આ તમામ બાબત અને ભલામણમાં સામેલ વિરોધાભાસને ધ્યાનમાં રાખીને SEAC એ ફરીથી તપાસ કરવી જરૂરી છે કે શું 13 માળની EC પરવાનગીની બહાર કોઈ બાંધકામ કરવામાં આવ્યું છે અને યોગ્યતા અને નિયમો અનુસાર નવી ભલામણ મોકલવી જોઈએ. ઓથોરિટીએ અવલોકન કર્યું કે બિલ્ડરે 9-9-2023 ના રોજ EC સરેન્ડર અરજી માટે અરજી કરી હતી અને SEAC એ EC ઉપાડ અરજી સહિત આગળની કાર્યવાહી માટે SEIAA ને ઓનલાઈન અરજી મોકલી હતી. બંને અરજીઓને મંજૂરી આપવામાં આવી છે.
SEIAA ની ભલામણ મુજબ (1) ઉપાડ અરજી સ્વીકારવામાં આવે છે (2) મૂળ EC ના હાલના પ્રસ્તાવને ધ્યાનમાં રાખીને બિલ્ડર દ્વારા મૂળ EC અરજીનું શરણાગતિ હવે બિનજરૂરી છે. તેથી, 9-9-2023 ના રોજની અરજી પાછી ખેંચવાનો સ્વીકાર કરવામાં આવે છે. જ્યાં સુધી શરણાગતિ અરજીનો સંબંધ છે, ત્યાં સુધી કોઈ કાર્યવાહીની જરૂર નથી, તેથી તેને યાદીમાંથી દૂર કરવી જોઈએ. વધુમાં, મુદત લંબાવવા માટેની વર્તમાન અરજી પર વિચાર કરતી વખતે, EC-વિસ્તરણ દરખાસ્ત નીચેના મુદ્દાઓની ચકાસણી માટે પાછી મોકલવામાં આવી હોવાનું નોંધ્યું હતું.
ECએ શોધી કાઢ્યા આ વાંધાઓ
1. વિસ્તારની જરૂરિયાત સાથે ભલામણમાં વિગતવાર પછી CPS જરૂરિયાતની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
2. ઓર્ડર વિગતો સાથે એરપોર્ટ NOC વિગતો સબમિટ કરવામાં આવી નથી.
૩. અગ્નિ રાયના હાલના પ્રોજેક્ટની વિગતો આપવામાં આવી નથી
4. મુલાકાતીઓ માટે પાર્કિંગની વિગતો 634 છે જ્યારે CPS માત્ર 296 છે જે સ્વીકાર્ય નથી.
5. જ્યારે એકમોની સંખ્યા વધી રહી છે, અને પાણીની જરૂરિયાત ઘટી રહી છે, જેમાં સ્પષ્ટતાની જરુરિયાત છે.
જ્યારે ફાઈલ રજૂ કરવામાં આવી ત્યારે સુરત જીપીસીપીનું તંત્ર શું કરી રહ્યું હતું તે પ્રશ્ન પણ ચર્ચાસ્પદ બન્યો છે.ક્યા નિયમોના આધારે ફાઈલને પુટઓન કરવામાં આવી તે પણ એક રીતે તપાસનો વિષય બની રહે છે..
જીપીસીબીના કન્સલ્ટન્ટ દ્વારા ફાઈલો મૂકવામાં આવે છે તો એમના પર પણ કાયદાસર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે બાબત પણ સવાલોના ઘેરામાં છે.બિલ્ડરો દ્વારા એન્વાયરમેન્ટ પોલિસીનું ઉલ્લેખન એ સામાન્ય બનતું જઈ રહ્યું છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓ દ્વારા પર્યાવરણના નિયમોના અમલીકરણ અંગે આંખ આડા કાન કરવાના વલણના કારણે બિલ્ડરો અને ડેવોલોપર્સ બેફામ બની ગયા છે.
બિલ્ડરનું સમગ્ર બાબતે મૌન
સમગ્ર બાબતે”સત્ય ડે” અષ્ટવિનાયક રેસિડેન્સિયલ બિલ્ડરનો પક્ષ જાણવા અને વધુ વિગતો ચકાસવા માટે પ્રયાસ કરવામાં આવ્યો તો તેમણે કોઈ પણ પ્રકારની વાત કરવાનો ઈન્કાર કરી દીધો હતો.