PM Modi Address to Nation PM મોદીની અપિલ: ઓપરેશન સિંદૂર બાદ શાંતિ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ સંદેશ
PM Modi Address to Nation ઓપરેશન સિંદૂર અને હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવના પરિપ્રક્ષ્યમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે, 12 મે 2025 ના રોજ, રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધન એવું સમયે આવી રહ્યું છે જ્યારે દેશ તાજેતરના આતંકવાદી હુમલાઓ અને સેના દ્વારા લેવામાં આવેલા જવાબી પગલાંઓના મોધમાં છે.
માહિતી મુજબ, આ સંબોધનમાં પીએમ મોદી પહેલગામ હુમલા બાદ શરૂ થયેલા “ઓપરેશન સિંદૂર” અંગે દેશને વિસ્તૃત માહિતી આપી શકે છે. એટલું જ નહીં, તેઓ રાષ્ટ્રીય સુરક્ષા, શાંતિ સ્થાપન અને સરહદી પરિસ્થિતિને લઈને સરકારના સ્ટેન્ડ પર પાડી શકે છે
આવો સંદેશ ત્યારે આવી રહ્યો છે જ્યારે DGMO સ્તરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હોટલાઇન પર વાતચીત નિર્ધારિત છે, જેમાં બંને દેશો જમીન, હવા અને સમુદ્ર સ્તરે તમામ લશ્કરી કાર્યવાહીઓ અટકાવવા અંગે ચર્ચા કરશે.
અધિકારીક સૂત્રોના જણાવ્યા મુજબ, પીએમ મોદીના સંબોધનમાં શાંતિના પ્રયાસો, રાષ્ટ્રીય સુરક્ષા માટે કરાયેલા પ્રયાસો અને ભવિષ્યની નીતિઓ પર ધ્યાન કેન્દ્રિત થશે.
રાત્રે 8 વાગ્યે તમામ મુખ્ય ટીવી નેટવર્ક અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર આ સંબોધન લાઈવ પ્રસારિત થશે.