Virat Kohli Test Retirement વિરાટની નિવૃત્તિ પર મોહમ્મદ સિરાજે શું કહ્યું?
Virat Kohli Test Retirement ભારતના પૂર્વ કપ્તાન વિરાટ કોહલીની અચાનક ટેસ્ટ નિવૃત્તિએ સમગ્ર ક્રિકેટ વિશ્વને હચમચાવી દીધું છે. વિરાટની સાથે લાંબો સમય પસાર કરનારા અને આરસીબીમાં વર્ષો સુધી એક સાથે રમેલા મોહમ્મદ સિરાજે આ ઘટનાને ખૂબ જ ભાવનાત્મક રીતે લીધું છે.
સિરાજે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિરાટ કોહલી અને રોહિત શર્માના ફોટા શેર કરતાં લખ્યું, “હિટમેન પછી હવે રાજા પણ ચાલ્યો ગયો”, સાથે તૂટેલા હૃદયનો ઇમોજી મૂકતાં પોતાનો શોક વ્યક્ત કર્યો. બંને દિગ્ગજ ખેલાડીઓએ માત્ર પાંચ દિવસના અંતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ટીમ ઈન્ડિયા માટે મોટું ખાલીપું ઊભું થયું છે.
https://twitter.com/mysterious45_/status/1921876352434680026
વિરાટ કોહલીએ 14 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં 123 મેચ રમતાં 9,230 રન નોંધાવ્યા હતા અને 30 સદી ફટકારીને અનેક સંભારણાં સર્જ્યાં હતા. તેમ છતાં, ટેસ્ટમાં તે સચિન તેંડુલકરની 51 સદીઓથી હજુ દૂર છે.
રોહિત અને વિરાટની વિદાય ભારતીય ટીમ માટે ખાસ કરીને ઇંગ્લેન્ડ પ્રવાસના પ્રસ્તાવિત પાંચ ટેસ્ટ મેચ પહેલા મોટો ઝટકો સાબિત થઈ રહી છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ દિગ્ગજોની જગ્યા કોણ ભરી શકે?